નવી દિલ્હી :ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 2,927 નવા કેસ(Corona cases in India) નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને(spike in covid cases in India) 4,30,65,496 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધીને 16,279 થઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા(Union health ministry data on covid cases in India) અનુસાર, કોરોનાના કારણે વધુ 32 લોકોના મોત થતા મૃત્યુઆંક વધીને 5,23,654 થઈ ગયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે.
આ પણ વાંચો - નિષ્ણાતોએ કોરોનાની ચોથી લહેરની કરી આગાહી, આ સમયગાળા દરમિયાન આવશે ચોથી લહેર
કોરોનાનો રિકવરી રેટ -અપડેટ થયેલા ડેટા અનુસાર, કોરોનાનો દૈનિક દર 0.58 ટકા છે અને સાપ્તાહિક દર 0.59 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,25,563 લોકો કોરોનાથી મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 188.19 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.
આ પણ વાંચો - Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન
કોરોનાના કેસમાં સતત વધારો -કોરોનાના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયા હતા.