ગુજરાત

gujarat

By

Published : Feb 19, 2022, 12:03 PM IST

ETV Bharat / bharat

India Corona Update : ભારતમાં કોરોનાના 22,270 નવા કેસ, 325 દર્દીઓના મોત

ભારતમાં શનિવારે વધુ 22,270 લોકો કોરોના વાયરસથી સંક્રમિત (India Corona Update) જોવા મળ્યા હતા. આથી, મહામારીના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,02,505 થઈ ગઈ છે. આ ઉપરાંત, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,53,739 થઈ ગઈ છે.

India Corona Update
India Corona Update

નવી દિલ્હી: ભારતમાં શનિવારે વધુ 22,270 લોકો કોરોના વાયરસથી સંક્રમિત (India Corona Update) મળી આવતા, રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,28,02,505 થઈ ગઈ છે. આ સાથે જ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 2,53,739 થઈ ગઈ છે.

આ પણ વાંચો :વડોદરામાં કોરોનાકાળ બાદ આજથી આંગણવાડી શાળાઓ શરૂ

દેશમાં મૃત્યુઆંક વધીને 5,11,230 થયો

સવારે 8 વાગ્યા સુધીના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, વધુ 325 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,11,230 થઈ ગયો છે. સતત 13મા દિવસે કોવિડ-19ના દૈનિક કેસોની સંખ્યા (Corona Cases In India) એક લાખથી ઓછી છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસના 0.59 ટકા છે. કોવિડ-19માંથી રિકવરી રેટ વધીને 98.21 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો :જૂનાગઢ શિવરાત્રી મેળાને સરકાર મંજૂરી આપે તેવી શક્યતા, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

મૃત્યુદર 1.19 ટકા નોંધાયો

મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 38,353 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સંક્રમણનો દૈનિક દર 1.80 ટકા હતો, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 2.50 ટકા નોંધાયો હતો. આ મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,20,37,536 થઈ ગઈ છે. મૃત્યુદર 1.19 ટકા છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, કોવિડ-19 વિરોધી રસીના 175.03 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details