નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સામાન્ય ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ (Corona Cases in India) નોંધાયા છે. તો દૈનિક કેસ મામલે ગઈકાલની સરખામણીમાં 4 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં ગઈકાલે કોરોનાના નવા 2,71,202 કેસ (Corona Cases in India) નોંધાયા હતા. સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 8,209 થઈ છે. ઓમિક્રોનના કેસમાં (Omicron Cases in India) ગઈકાલની સરખામણીમાં 6.02 ટકાનો વધારો નોંધાયો છે. તો કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 385 લોકોના મોત થયા છે.
દેશમાં સક્રિય કેસની સંખ્યા વધી
જોકે, દેશમાં સક્રિય કેસની સંખ્યા સતત (Active cases of corona in India) વધી રહી છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની (Corona Cases in India) સંખ્યા વધીને 16,56,341 થઈ છે. જ્યારે એક દિવસ પહેલા દેશમાં 15,50,377 જ સક્રિય કેસ હતા. દેશમાં સક્રિય કેસ અત્યારે કુલ કેસના 4.43 ટકા છે. જ્યારે રિકવરી રેટમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અત્યારે તે ઘટીને 94.27 ટકા થયો છે.
આ પણ વાંચો-Corona Case In Surat: સુરતમાં બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત
24 કલાકમાં 1.51 લાખ લોકો સાજા થયા