નવી દિલ્હી: દુબઈ જવા માટે સોમવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(Indira Gandhi International Airport ) પર પહોંચેલા 25 મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તે તમામ મુસાફરોની મુસાફરી પર પ્રતિબંધ (Corona Cases in India)લગાવી દેવામાં આવ્યો છે. તમામને દિલ્હી સરકાર દ્વારા તૈનાત ડીડીએમએ ટીમને સોંપવામાં આવ્યા હતા.
દુબઈ જતા પહેલા ટેસ્ટ કરાવવો ફરજિયાત
પોઝિટિવ મળી આવેલા મુસાફરોમાંથી13 મુસાફરો સ્પાઈસ જેટ અને બાકીના 12 અન્ય એરલાઈન્સ દ્વારા મુસાફરી કરવા પહોંચ્યા હતા. તેમનો ઝડપી RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સંયુક્ત આરબ અમીરાતની માર્ગદર્શિકા અનુસાર, દુબઈ જનારા મુસાફરોએ ફ્લાઇટપહેલા ઝડપી RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. સોમવારે ફ્લાઇટ પહેલા આ મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પછી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તરત જ તેને ફ્લાઈટ કરતા અટકાવી દેવામાં આવ્યો. સ્પીજેટ એરલાઇનના પ્રવક્તાએ કહ્યું કે દુબઈ જતા પહેલા ટેસ્ટ(IGI Airport Delhi) કરાવવો ફરજિયાત છે.