ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં સામે આવ્યા 38,667 નવા કેસ - corona cases and death in india

દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા બાદ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ નોંધાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર ...

24 ક્લાકમાં સામે આવ્યા 38,667 નવા કેસ
24 ક્લાકમાં સામે આવ્યા 38,667 નવા કેસ

By

Published : Aug 14, 2021, 10:17 AM IST

  • 4,30,732 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે
  • 3,13,38,088 લોકો સ્વસ્થ બન્યા છે
  • છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 38,667 નવા કેસ નોંધાયા છે. ત્યાં 35,743 સ્વસ્થ થયા અને 478 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા. આ પછી, કોરોનાના કુલ કેસો વધીને 3,21,56,493 થઈ ગયા છે, જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 3,87,673 છે. ત્યાં, 3,13,38,088 લોકો સ્વસ્થ બન્યા છે અને 4,30,732 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: કોરોનાના 23 પોઝિટીવ કેસ નોંધાયા, એકપણ મૃત્યુ નહિં

કુલ રસીકરણની સંખ્યા 53,61,89,903 થઇ હતી

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસની 63,80,937 રસીઓ આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણની સંખ્યા 53,61,89,903 થઇ હતી.

આ પણ વાંચો-Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,120 નવા કેસ નોંધાયા, 585 વધુ લોકોના મૃત્યુ

ગઈકાલ સુધી કુલ 49,17,00,577 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસ માટે 22,29,798 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધી કુલ 49,17,00,577 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details