નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,38,018 કેસ નોંધાયા (Corona Case in India) છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 3,76,18,271 થઈ છે. કોરોનાના કુલ કેસોમાં ઓમિક્રોનના 8,891 કેસ (Omicron Cases in India) પણ સામેલ છે. મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર (Data from the Union Ministry of Health Corona) કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોરોના માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા (Patients undergoing corona treatment) વધીને 17,36,628 થઈ ગઈ છે, જે કુલ કેસના 4.62 ટકા છે. દેશમાં 230 દિવસમાં સારવાર હેઠળ દર્દીઓની (Patients undergoing corona treatment) આ સૌથી વધુ સંખ્યા છે.
આ પણ વાંચો-Corona In Jamnagar: ધારાસભ્ય હકુભા જાડેજા કોરોના સંકમિત, પુત્ર અને પત્ની પણ કોવિડ પોઝિટિવ
સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધી
છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 80,287નો વધારો (Patients undergoing corona treatment) નોંધાયો છે. તે જ સમયે કોરોનાના કારણે વધુ 310 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 4,86,761 થયો છે. તો દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ઘટીને 94.09 ટકા થયો છે. મંત્રાલયે કહ્યું હતું કે, સોમવારથી દેશમાં ઓમિક્રોનના કેસોમાં (Omicron Cases in India) 8.31 ટકાનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિતના સેમ્પલની જિનોમ સિક્વન્સિંગ શક્ય નથી, પરંતુ આ વર્તમાન લહેરમાં મોટાભાગના કેસ ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Cases in India) છે.