પટનાઃ બિહારમાં કોરોના વાઈરસ બેકાબૂ (Corona breaks Record in Bihar) થઈ રહ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona Cases in Bihar) નવા 352 કેસ નોંધાયા છે. તાજા કેસમાં પટનામાં સૌથી વધુ 142 કેસ અને બીજા નંબર પર ગયા જિલ્લામાં 110 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. નાલંદા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ડોક્ટર કોરોના પોઝિટિવ (NMCH Doctors tested Corona positive in Bihar) થયા છે. 194 સિનિયર જૂનિયર ડોક્ટર્સનો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાંથી 84 ડોક્ટર કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. આ સાથે જ સમગ્ર બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.
બિહારમાં કોરોના
બિહારના આરોગ્ય વિભાગના (Bihar Health Department on Corona)મતે, ઓરંગાબાદ-બાંકામાં 4, બેગુસરાયમાં 1, ભાગલપુરમાં 3, ભોજપુર અને દરભંગામાં 2, ગોપાલગંજ અને કૈમુરમાં 1, જમુઈમાં 6, જહાનાબાદમાં 13, ખગડિયામાં 6, કિસનગંજમાં 1, લખીસરાયમાં 7, મધુબનીમાં 2, મુંગરમાં 13, મુઝફ્ફરપુરમાં 5, નાલંદા અને નવાદામાં 2-2, પૂર્ણિયામાં 2, સહરસામાં 5, સમસ્તીપુરમાં 4, સારણમાં 3, સીતામઢીમાં 1, સિવાનમાં 2, સુપૌલમાં 1 વૈશાલીમાં 3, પશ્ચિમ ચંપારણમાં 2 અને 2 લોકો અન્ય રાજ્યોમાં લેવામાં આવેલા સેમ્પલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.
મુઝફ્ફરપુરમાં એક અધિકારી કોરોના સંક્રમિત
મુઝફ્ફરપુરમાં સ્માર્ટ સિટી પ્રાઈવેટ લિમિટેડના એક વરિષ્ઠ અધિકારી પણ કોરોના પોઝિટિવ (Corona Cases in Bihar) આવ્યા છે. 2 દિવસ પહેલા એક અધિકારીએ સ્માર્ટ સિટીની એક બેઠક યોજી હતી, જેમાં નગર નિગમના તમામ મોટા અધિકારીઓ અને મેયર ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી કોરોના પોઝિટિવ થયા પછી હવે નગર નિગમના તમામ કર્મચારીઓનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. અત્યારે તમામ લોકોને હોમ ક્વોરન્ટિન રહેવાની સલાહ આપવામાં આવી છે. મુઝફ્ફરપુરના સિવિલ સર્જન ડો. વિનયકુમાર શર્માએ જણાવ્યું હતું કે, મુઝફ્ફરપુરમાં 27 કોરોના સંક્રમિત છે, જેનો RT-PCR ટેસ્ટ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. અત્યારે અધિકારીના કોરોના સંક્રમિત થયા પછી જ નિગમ કર્મચારીઓમાં ચિંતા છે.