નવી દિલ્હી: ભારતમાં ઓમિક્રોનના કેસો(Omicron Case in India) વધવા લાગ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કોરોના વાયરસના(Corona and New Variant Omicron) આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં વધીને 4,033 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓમિક્રોનના સૌથી વધુ 1,216 અને 529 કેસ છે.ઓમિક્રોનના 4,033 દર્દીઓમાંથી 1,552 દર્દીઓને રજા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના સંક્રમણ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના સંક્રમણના 1,79,723 નવા કેસ(New Cases of Corona) નોંધાયા છે, જે છેલ્લા 225 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં ચેપના નવા કેસ સહિત, 3,57,07,727 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમણને કારણે 146 લોકોના મુત્યુ થયા છે. જે પછી મૃત્યુની કુલ સંખ્યા 4,83,936 થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ઓમિક્રોન સામે આયુર્વેદમાં બાળકો અને મોટા લોકો માટે ઉપચાર શું ? જાણો તબીબોના મુખે...