ગુજરાત

gujarat

ETV Bharat / bharat

India Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ, 573 લોકોના મોત - Department of Health

ભારતમાં (Corona In India) છેલ્લા 24 કલાકમાં 3,06,357 લોકો કોરોનાથી સાજા થયા છે. જો કે, સક્રિય કેસ હજુ પણ 22 લાખથી વધુ છે.

India Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ, 573 લોકોના મોત
India Corona Update: છેલ્લા 24 કલાકમાં 2.86 લાખ નવા કેસ, 573 લોકોના મોત

By

Published : Jan 27, 2022, 10:42 AM IST

નવી દિલ્હી: ભારતમાં (Corona In India) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2.86 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે, 573 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા બુધવારે 2.85 લાખ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાને કારણે 665 લોકોના મોત થયા હતા.

સક્રિય કેસ કુલ કેસના 5.46 ટકા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,06,357 લોકો કોરોનાથી સાજા થયા છે. જો કે, સક્રિય કેસ હજુ પણ 22 લાખથી વધુ છે. સક્રિય કેસ કુલ કેસના 5.46 ટકા છે. જો કે, સાજા થનારાઓનો દર 93.33 ટકા પર પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 3,76,77,328 લોકો કોરોનાથી સાજા થયા છે.

આ પણ વાંચો:India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2.5 લાખથી વધુ, 614 લોકોના મોત

ગુજરાતમાં બુધવારે 17,781 લોકો સંક્રમિત થયા

ગુજરાતમાં બુધવારે કોરોનાથી (Corona cases in Gujarat) છેલ્લા 24 કલાકમાં 17,781 લોકો સંક્રમિત થયા હતા. આ સાથે 20,829 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે, તેમજ 21 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ (Death from corona in Gujarat) થયા છે.

આ પણ વાંચો:India Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 2 લાખથી વધુ, ઓમિક્રોનનો આંક 7 હજાર પાર

કુલ 1,28,192 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં કુલ 1,28,192 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 309 વેન્ટિલેટર પર અને 1,27,883 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,323 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 87.50 ટકા નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details