ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Coromandel Express Derails: ઓડિશામાં કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ, 179થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ - undefined

ઓડિશાના બાલાસોરમાં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં 179થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

રેલવેએ
રેલવેએ

By

Published : Jun 2, 2023, 8:39 PM IST

Updated : Jun 2, 2023, 10:59 PM IST

ઓડિશા:બાલાસોરમાં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં 179 મુસાફરોની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે રાજ્ય પ્રધાન પ્રમિલા મલિક અને વિશેષ રાહત કમિશનર (SRC)ને તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જવાનો નિર્દેશ આપ્યો છે.

કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર:ઓડિશાના બાલાસોરમાં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. શોધ અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે જ સમયે ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે.

PM મોદીએ કર્યું ટ્વીટ: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, "ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી દુઃખી. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

રેસ્ક્યુ ટીમ રવાના: રાહત અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. વિશેષ રાહત કમિશનરના કાર્યાલય અનુસાર, બાલાસોરના કલેક્ટરને તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. એડિશનલ ડીએમઈટીએ જણાવ્યું કે ઘટનાસ્થળે 50 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ઘાયલોને સોરો CHCમાં ખસેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાકને સારી સારવાર માટે પણ રેફર કરવામાં આવી શકે છે.

રેલવે દ્વારા તપાસ શરૂ:સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું છે કે ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસ જ્યાંથી પાટા પરથી ઉતરી ગઈ હતી તે જગ્યાએ રેસ્ક્યુ ટીમ રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત ટ્રેક સાફ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ રેલવેએ એ પણ તપાસ શરૂ કરી છે કે એક ટ્રેક પર બે ટ્રેન કેવી રીતે આવી?

હેલ્પલાઈન નંબર જાહેર: દક્ષિણ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે ચેન્નાઈ હાવડા કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરમાં બહાનાગા સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. અનેક બોગી પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. ભારતીય રેલ્વેએ કોઈપણ મુસાફર અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ માટે ઈમરજન્સી નંબર 916782262286 જારી કર્યો છે. જેનો સંપર્ક કરીને તમે મુસાફર વિશે પૂછપરછ કરી શકો છો.

  • દક્ષિણ પૂર્વ રેલવેએ હેલ્પલાઇન નંબર જારી કર્યો
  • હાવડા હેલ્પલાઇન નંબર: 033-26382217
  • ખડગપુર હેલ્પલાઇન નંબર: 8972073925 અને 9332392339
  • બાલાસોર હેલ્પલાઇન નંબર: 8249591559 અને 7978418322
  • શાલીમાર હેલ્પલાઈન નંબર: 9903370746
  1. Kerala Train Fire: કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં આગ, ટ્રેક પરથી 3 મૃતદેહ મળ્યા
  2. Botad Railway Station : ધ્રાંગધ્રા બોટાદ ડેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને ખાખ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ
Last Updated : Jun 2, 2023, 10:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details