- ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન
- બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
- ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી
નવી દિલ્હી: તમિલનાડુ હેલિકોપ્ટર (CDS Helicopter Crash In Coonoor) દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ નિધન થયું છે. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (cds general bipin rawat) , તેમની પત્ની અને અન્ય 11 સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો.
બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
વરુણ સિંહની બેંગલુરુની મિલિટરી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ગ્રુપ કેપ્ટન સિંહને તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 8 ડિસેમ્બરના રોજ થયેલા અકસ્માત બાદ, ગ્રુપ કેપ્ટનને ગંભીર રીતે દાઝી ગયેલી સ્થિતીમાં વેલિંગ્ટનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરી આપી માહિતી