- કેટલાક અરાજક તત્વો વાંધાજનક પોસ્ટ કરી રહ્યા છે
- આવું કરનારા તત્વો સામે ઉત્તરાખંડ સરકાર કડક કાર્યવાહી કરશે
- CM ધામીએ કહ્યું- દિવંગત જનરલ બિપિન રાવત ઉત્તરાખંડનું સ્વાભિમાન
દહેરાદૂન: તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટના (Coonoor Helicopter Crash)માં જીવ ગુમાવનારાCDS જનરલ બિપિન રાવત (cds general bipin rawat) અને અન્ય સૈન્ય અધિકારીઓને લઈને દેશ ખૂબ જ ભાવુક છે. દેશના આ બહાદુરોને દરેકે શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ કેટલાક અરાજક તત્વો વાંધાજનક ટિપ્પણી (offensive post against cds rawat) પણ કરી રહ્યા છે. ઉત્તરાખંડમાં આવા લોકોની શામત આવવાની છે.
વાંધાજનક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે
CDS બિપિન રાવતને લઈને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ લખનારાઓ વિરુદ્ધ ઉત્તરાખંડ સરકાર કડક કાર્યવાહી કરશે. ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી (cm pushkar singh dhami tweets)એ ચેતવણી આપી છે કે, આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
CDS રાવત મૂળ ઉત્તરાખંડના પૌડી ગઢવાલના હતી