ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Religious Conversion in India : ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટક CM - Conversion Allowed Karnataka CM Basavaraj Bomai

ધર્માંતરણને શાંત હુમલો ગણાવતા કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ(Karnataka CM Basavaraj Bommai) સોમવારે કહ્યું કે સમાજમાં આ દુષ્ટતાને વધવા(Religious Conversion in India) દેવી જોઈએ નહીં. વિશ્વ હિંદુ પરિષદ(Vishwa Hindu Parishad Basavaraj Bommai) દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન, બોમાઈએ જણાવ્યું હતું કે હિંદુઓ પર વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે સમયે સમયે મોટા પાયે ધર્માંતરણ થયું હતું.

Religious Conversion in India : ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટકના CM બોમાઈ
Religious Conversion in India : ધર્મ પરિવર્તનને મંજૂરી ન આપવી જોઈએઃ કર્ણાટકના CM બોમાઈ
author img

By

Published : Dec 21, 2021, 9:13 AM IST

બેલાગાવી: ધર્માંતરણને શાંત હુમલો ગણાવતા, કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ(Karnataka CM Basavaraj Bommai) સોમવારે કહ્યું કે સમાજમાં આ દુષ્ટતાને વધવા દેવી જોઈએ નહીં. કર્ણાટકના બેલાગવી જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષ (Vishwa Hindu Parishad Basavaraj Bommai) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, બોમાઈએ કહ્યું, "હિંદુઓ પર વારંવાર હુમલા કરવામાં આવ્યા હતા, જેના કારણે સમયે સમયે મોટા પાયે ધર્માંતરણ(Religious Conversion in India) થયું હતું." જો તમે તમારી આસપાસ અન્ય ધર્મના લોકોને જોશો, તો તમને તેઓ મૂળ હિન્દુ જ દેખાશે. દેશમાં ભૌગોલિક આક્રમણ ઉપરાંત ધાર્મિક આક્રમણ થઈ રહ્યું છે, જો ભૌગોલિક આક્રમણ ખુલ્લું હોય તો ધાર્મિક હુમલા ધીમે ધીમે થાય છે.

ધર્માંતરણ સમાજ માટે ખતરોઃ મુખ્યપ્રધાન

VHPના સૂત્રો અનુસાર, કેટલાક મિશનરી સંગઠનો ધર્માંતરણ વિરોધી બિલનો(Anti Conversion Bill Karnataka) વિરોધ કરી રહ્યા છે અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવી રહ્યા હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાનએ કહ્યું કે ધર્માંતરણ સમાજ(Conservation Society in India) માટે ખતરો હોવાથી બિલ રજૂ કરવામાં આવશે.

ધર્માંતરણ સામે સામાજિક આંદોલન શરૂ કરવા અપીલ

મુખ્યપ્રધાનએ વિવિધ મઠોના મહંતોને ધર્માંતરણની પાયાની સમસ્યાના ઉકેલ માટે ધર્માંતરણ સામે સામાજિક આંદોલન શરૂ(Basavaraj Bommai Conversion Movement) કરવા અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે 2016માં તત્કાલિન કોંગ્રેસ સરકારે ધર્માંતરણ વિરુદ્ધ કાયદો(Proselytism in Law) ઘડવાનું વિચાર્યું હતું, પરંતુ નિહિત રાજકીય હિતોને કારણે તેમ કર્યું ન હતું.

ધર્માંતરણ વિરોધી બિલની મંજૂરી વિધાનસભામાં રજૂ કરવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે કર્ણાટક કેબિનેટે સોમવારે વિવાદાસ્પદ ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપી દીધી છે અને તે 21 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જણાય રહી છે.

આ પણ વાંચોઃ કર્ણાટકમાં સત્યાગ્રહ સમયની 'The Tale of Vidurashwatha" ગોળીબાર અને ધ્વજ ફરકાવવાની કહાની

આ પણ વાંચોઃ 'જ્યારે બળાત્કાર થવાનો જ છે, ત્યારે સૂઈ જાઓ અને મજા કરો': વિધાનસભામાં કોંગ્રેસ નેતાની અભદ્ર ટિપ્પણી

ABOUT THE AUTHOR

...view details