ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જ્વાળામુખી મંદિરમાં બિન-હિન્દુ કર્મચારીઓની નિમણૂક અંગે સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું ટ્વિટ - ભાજપના નેતા અને રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામી

જ્વાળામુખી મંદિરમાં બિન હિન્દુ સમુદાયના કર્મચારીઓની સંખ્યામાં વધારો જોઈને જિલ્લા મેજિસ્ટ્રેટ કાંગરાએ મંદિરમાં રોકાયેલા બે મુસ્લિમ સમુદાયોના કર્મચારીઓને ધર્મશાળા મોકલવામાં આવ્યા છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, પ્રખ્યાત શક્તિપીઠ જ્વાળામુખીમાં બિન-હિન્દુ સમુદાયના લોકોને રાખવામાં આવ્યા છે. આ અંગે, DC કાંગરાએ જવાબ આપ્યો હતો કે, લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને બીજે મોકલવામાં આવ્યા છે.

જ્વાળામુખી મંદિરમાં બિન-હિન્દુ કર્મચારીઓની નિમણૂક અંગે સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું ટ્વિટ
જ્વાળામુખી મંદિરમાં બિન-હિન્દુ કર્મચારીઓની નિમણૂક અંગે સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું ટ્વિટ

By

Published : Mar 22, 2021, 7:23 AM IST

  • મંદિરમાં કામ કરતા બંને મુસ્લિમ સમુદાયોના કર્મચારીઓને ધર્મશાળા મોકલવામાં આવ્યા
  • હિમાચલ પ્રદેશ સરકારે મોટાભાગના મંદિરો પર સંપૂર્ણ રીતે પોતાનો કબજો લીધો
  • વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ DC કાંગરાને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો

જ્વાળામુખી: મંદિરમાં બિન હિન્દુ સમુદાયના કર્મચારીઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ કાંગરા દ્વારા મંદિરમાં કામ કરતા બંને મુસ્લિમ સમુદાયોના કર્મચારીઓને ધર્મશાળા મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સર્વ ધર્મ સમભાવ: વેરાવળના મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મમાંથી પ્રેરણા લઈને અનેક પુસ્તકો લખ્યા

રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીનું ટ્વિટ

ભાજપના નેતા અને રાજ્યસભાના સદસ્ય સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યું હતું કે, બિન હિન્દુ સમુદાયના લોકોને પ્રખ્યાત શક્તિપીઠ જ્વાળામુખીમાં રાખવામાં આવ્યા છે. જ્વાળામુખી મંદિર એક શક્તિપીઠ છે. હિમાચલ પ્રદેશ સરકારે મોટાભાગના મંદિરો પર સંપૂર્ણ રીતે પોતાનો કબજો લીધો છે. મંદિરનો વહીવટ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે અને અહીં બિન હિન્દુ લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:કંગના રણૌતે ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન, હિમાચલ પ્રદેશને લઈ કર્યું ટ્વીટ

હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ 1984 નું ઉલ્લંઘન

થોડા દિવસો પહેલા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ DC કાંગરાને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવાયું છે કે, જ્વાળામુખી મંદિરમાં કાર્યરત બિન-હિન્દુ કર્મચારીઓને મંદિર ટ્રસ્ટમાંથી હટાવવા જોઈએ. કાર્યકરોનું કહેવું છે કે, હિન્દુ એન્ડોમેન્ટ એક્ટ 1984 મુજબ કોઈપણ બિન હિન્દુ કાર્યકરને હિંદુ મંદિરમાં રાખી શકાય નહીં.

ABOUT THE AUTHOR

...view details