ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર યાકુબ મેમણની કબર પર સર્જાયો વિવાદ - ગુનેગાર યાકુબ મેમણની કબર પર વિવાદ

યાકુબ મેમણ 1993 મુંબઈ વિસ્ફોટનો દોષી છે. જેમને 2015માં મોતની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ તેમને 30 જુલાઈ 2015ના રોજ દક્ષિણ મુંબઈના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. Mumbai blast convict Yakub Memon, Controversy over convict Yakub Memon grave

મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર યાકુબ મેમણની કબર પર વિવાદ
મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર યાકુબ મેમણની કબર પર વિવાદ

By

Published : Sep 8, 2022, 12:33 PM IST

મુંબઈઃમુંબઈ બ્લાસ્ટ(1993 Mumbai Blast1993 મુંબઈ બ્લાસ્ટ)ના ગુનેગાર યાકુબ મેમણની કબરને લઈને વિવાદ Controversy over convict Yakub Memon grave) શરૂ થઈ ગયો છે. કબરની સજાવટ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે કે, ગુનેગારની કબરને કેમ શણગારવામાં આવી છે. સેંકડો લોકોના મૃત્યુ માટે જવાબદાર એવા માણસની કબરને આટલું માન કેમ આપવામાં આવે છે?

યાકુબ મેમણની કબર પર વિવાદ :યાકુબ મેમણની કબર પરની લાઇટિંગ હવે દૂર કરવામાં આવી છે. વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને લાઇટિંગ હટાવી દેવામાં આવી છે. બીજેપી નેતા રામ કદમે કહ્યું કે, આ કબર કોઈ પીરબાબાની નથી, પરંતુ 93 મુંબઈ બ્લાસ્ટના ગુનેગાર યાકુબ મેમણની છે. ગુનેગારની કબરને સફેદ માર્બલથી મઝાર બનાવવામાં આવી છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, 93 બ્લાસ્ટના ગુનેગારની કબરની આટલી સજાવટ શા માટે? અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઈશારે મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 257 લોકોના મોત થયા હતા અને 700 લોકો ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details