- 10મા ધોરણના અંગ્રેજીના પ્રશ્નપત્રને લઈને વિવાદ
- પ્રતિગામી ધારણાઓ'ને સમર્થન આપવાનો આરોપ
- પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વિટર પર પ્રશ્નપત્ર પર વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હીઃ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education-CBSE)ના 10મા ધોરણના અંગ્રેજીના પ્રશ્નપત્રને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં, પ્રશ્નપત્રના કેટલાક વિભાગો પર કથિત રીતે 'લિંગ સ્ટીરિયોટાઇપ્સ'ને (gender stereotypes) પ્રોત્સાહન આપવા અને 'પ્રતિગામી ધારણાઓ'ને (regressive perceptions) સમર્થન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે બોર્ડે આ મામલો વિષયના તજજ્ઞોને મોકલી આપ્યો છે.
તમે તમારા નાનાઓ પાસેથી આદર મેળવી શકો
ઉલ્લેખનીય છે કે શનિવારે લેવાયેલી 10ની પરીક્ષાના પ્રશ્નપત્રમાં(question paper in 10th exam) 'સ્ત્રીઓની મુક્તિએ બાળકો પરના માતા-પિતાનો અધિકાર ખતમ કરી નાખ્યો' અને 'માતા માત્ર તેના પતિની રીતનો સ્વીકાર કરીને'.ના ઉપયોગ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. 'તમે તમારા નાનાઓ પાસેથી આદરમેળવી શકો છો' જેવા વાક્યો.
ટ્વિટર પર લોકો આ અંગે સીબીએસઈને ટાર્ગેટ કરી રહ્યાં