રાંચી:તાજેતરમાં રાંચીના બિરસા મુંડા એરપોર્ટ (Birsa Munda Airport) પર એરપોર્ટ મેનેજમેન્ટ અને ઈન્ડિગો ફ્લાઈટ મેનેજર દ્વારા શારીરિક અને માનસિક રીતે નબળા બાળકને મુસાફરી કરતા રોકવાને લઈને વિવાદ શરૂ (ban on the journey of the handicapped ) થયો છે. પોતાની સોશિયલ સાઈટ પર પોસ્ટ કરીને મનીષા ગુપ્તા નામની મહિલાએ બિરસા મુંડા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સના (controversy after ban on travel of divyang) મેનેજર પર બાળ શોષણનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો:Taj Mahal Controversy: BJP નેતાએ આ માગ સાથે કરી HCમાં અરજી
શું છે આખો મામલોઃ મનીષા ગુપ્તા નામની મહિલાએ પોતાની પોસ્ટ પર લખતા કહ્યું કે, તે બાળકની હાલત ચોક્કસપણે ખરાબ હતી પરંતુ તેના માતા-પિતા તેમના બાળકને શાંત કરવામાં વ્યસ્ત હતા. જેથી તે આરામથી મુસાફરી કરી શકે. માતા-પિતા તેમના બાળકને સાજા થયા પછી મુસાફરી કરવા માટે તૈયાર હતા, તેની મદદ માટે ઘણા મુસાફરો પણ આગળ આવ્યા, પરંતુ એરપોર્ટ અને ઈન્ડિગો એરલાઈન્સના કર્મચારીઓ દ્વારા તે બાળકના માતા-પિતા સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાની પોસ્ટ પર લખતા મનીષા ગુપ્તાએ કહ્યું કે, એરપોર્ટ મેનેજમેન્ટે માતા-પિતા અને બાળકને મુસાફરી કરવાની સખત મનાઈ ફરમાવી હતી. એરપોર્ટ પર હાજર સ્ટાફે જણાવ્યું હતું કે, બાળક સાથે મુસાફરી કરવાથી અન્ય મુસાફરોને મુશ્કેલી પડી શકે છે.
ઈન્ડિગોએ એક વિકલાંગ બાળકને મુસાફરી કરતા રોક્યો, કારણ જાણીને તમે પણ કહેશો કે... દિવ્યાંગોની મુસાફરી પર પ્રતિબંધ: પોસ્ટ અનુસાર, બાળકના માતા-પિતા એરપોર્ટ પર તૈનાત સ્ટાફ અને ઈન્ડિગોના મેનેજરની સામે વિનંતી કરતા રહ્યા કે, તેમને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે. બાળકની માતાએ કહ્યું કે એક માતા તરીકે તે ક્યારેય નહીં ઈચ્છે કે તેનું બાળક પોતાને કે કોઈને પણ નુકસાન પહોંચાડે, પરંતુ એરપોર્ટ મેનેજમેન્ટે તેની વાત સાંભળી નહીં અને બાળકના વાલીએ મુસાફરી કરવાનો ઇનકાર કરી દીધો. અંત સુધી, એરપોર્ટ મેનેજમેન્ટ અને ઈન્ડિગો એરલાઈન્સના મેનેજરે બાળક અને તેના વાલીને ફ્લાઈટમાં બેસવા ન દીધા અને આ રીતે તેમની હૈદરાબાદની ફ્લાઈટ ચૂકી ગઈ.
આ પણ વાંચો:અયોધ્યામાં રાજકારણ ગરમાયું, શિવસેના અને MNS વચ્ચે છેડાયો 'અસલી અને નકલી'નો વિવાદ
એરપોર્ટ ડાયરેક્ટરની સ્પષ્ટતાઃ સમગ્ર મામલે એરપોર્ટ ડાયરેક્ટર કેએલ અગ્રવાલે કહ્યું કે જે પણ માહિતી આપવામાં આવી છે તે સાચી નથી. બાળકની હાલત ખૂબ જ ખરાબ હતી. માહિતી આપતા તેણે જણાવ્યું કે જ્યારે તેની માતાએ બાળકને સંભાળવા માટે ઠપકો આપ્યો ત્યારે બાળક વધુ અસંતુલિત થઈ ગયો. જેને જોઈને લાગ્યું કે આ હાલતમાં બાળકને મુસાફરી કરવા દેવી યોગ્ય નથી. આથી ઈન્ડિગો એરલાઈન્સના મેનેજરે બાળક અને તેના વાલીને મુસાફરી કરતા અટકાવ્યા હતા. આ સાથે તેણે જણાવ્યું કે એરલાઈન્સ દ્વારા બાળક અને તેના માતા-પિતા માટે રહેવાની હોટેલ વ્યવસ્થા કરવામાં આવી હતી અને બીજી સવારે જ્યારે બાળકની સ્થિતિ સામાન્ય થઈ ત્યારે તેને રવિવારે બીજા પ્લેન દ્વારા મોકલવામાં આવ્યો હતો.