ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી તોફાન દરમિયાન બે આરોપીઓની હત્યા માટે થયેલા ષડયંત્રનો પર્દાફાશ - ષડયંત્ર

તિહાડ જેલમાં બંધ ઉત્તર પૂર્વ દિલ્હી તોફાનના બે આરોપીઓની હત્યા માટે ષડયંત્રનો ખુલાસો થયો છે. બે આરોપીઓને મરકરી (પારા) આપીને મારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસની ટીમે આ ષડયંત્રનો પર્દાફાશ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આમાં એક આરોપી જેલની બહાર જ્યારે બીજો આરોપી જેલની અંદર હાજર હતો.

દિલ્હી તોફાન દરમિયાન બે આરોપીઓની હત્યા માટે થયેલા ષડયંત્રનો પર્દાફાશ
દિલ્હી તોફાન દરમિયાન બે આરોપીઓની હત્યા માટે થયેલા ષડયંત્રનો પર્દાફાશ

By

Published : Mar 4, 2021, 5:31 PM IST

  • ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન બની હતી ઘટના
  • મૌજપુર પુલિયા અને શિવ વિહાર પુલિયામાં હત્યા થઈ હતી
  • હત્યા બાદ ધરપકડ કરાયેલા આરોપીઓ તિહાર જેલમાં બંધ

નવી દિલ્હીઃ પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, ઉત્તર પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા દરમિયાન મૌજપુર પુલિયા અને શિવ વિહાર પુલિયા પાસે હત્યાનો બનાવ બન્યો હતો. હત્યાની ઘટના બાદ ધરપકડ કરાયેલા આરોપીઓ હાલમાં તિહાર જેલમાં બંધ છે. આમાં બંને આરોપીઓની હત્યા માટે કેટલાક યુવકોએ ષડયંત્ર રચ્યું હતું. આ નક્કી કરવામાં આવ્યું છે કે, જેલમાં મરકરીનો ઉપયોગ કરીને બંનેની હત્યા કરાઈ છે. આ માટે જેલની અંદર મરકરી પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ આની જાણા સ્પેશિયલ સેલને થઈ ગઈ હતી.

આ પણ વાંચો :લાલ કિલ્લા હિંસા: દિલ્હી પોલીસની સ્પેશલ સેલે દીપ સિદ્ધુની ધરપકડ કરી

જેલમાં હાજર શાહીદ અને બહારથી અસલમ ષડયંત્ર કરતો હતો

સ્પેશિયલ સેલની ટીમે આ ષડયંત્ર અંગે ટેક્નિકલ સર્વેલન્સ રાખવનું શરૂ કર્યું, જેનાથી જાણવા મળ્યું કે જેલમાં હાજર શાહીદ અને બહારથી અસલમ આનું ષડયંત્ર રચી રહ્યા છે. અસલમે ષડયંત્ર માટે જેલમાં બંધ શાહીદને પારા પહોંચાડ્યો હતો, જેથી આના માધ્યમથી જેલમાં બંધ બંને આરોપીઓની હત્યા કરી શકાય. જ્યારે સ્પેશિયલ સેલની ટિમે દરોડા પાડી તિહાડ જેલથી પારા જપ્ત કરી લીધો હતો.

આ પણ વાંચો :દિલ્હી હિંસા મામલે પોલીસે પંજાબમાંથી આરોપી ઈકબાલ સિંઘની ધરપકડ કરી

ABOUT THE AUTHOR

...view details