નવી દિલ્હીઃ આ મહિને 9મી તારીખે કૉંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટિની બેઠક મળશે. પાર્ટી તરફથી મળતી માહિતી અનુસાર આ બેઠકમાં મહિલા આરક્ષણ વિધેયક, જાતિ આધારિત વસ્તી ગણતરી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત બેઠકમાં દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ચર્ચા થશે. જો કે બેઠકમાં ચર્ચા થનારા મુખ્ય એજન્ડાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હૈદરાબાદમાં બેઠકઃ સપ્ટેમ્બર મહિનામાં કૉંગ્રેસની વર્કિંગ કમિટિની બેઠક હૈદરાબાદમાં થઈ હતી. હૈદરાબાદ સ્થિત આ બેઠકમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત દરેક દિગ્ગજ કૉંગ્રેસી નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં આગામી દિવસોમાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ જનાધાર મળી શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઃ આ વર્ષના અંતમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હૈદરાબાદની બેઠક દરમિયાન પાર્ટીએ સંકલ્પ કર્યો હતો કે કાયદા વ્યવસ્થા, સ્વતંત્રતા, સામાજિક અને આર્થિક ન્યાય, સમાનતા અને સમતાના લક્ષ્યને હાંસલ કરવા માટે લડત યથાવત રાખીશું. આગામી દિવસોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે તો રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાજ્યોમાં જનસભા સંબોધી રહ્યા છે.
તેલંગાણા માટે 6 ગેરંટીઃ હૈદરાબાદની બેઠકમાં તેલંગાણા રાજ્ય માટે 6 ગેરંટીની જાહેરાત પણ કરી હતી. મહાસચિવ કે.સી. વેણુગોપાલે તેલંગાણાને સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે ગરીબો, પછાતોની જીવન જરુરિયાતો પૂર્ણ કરવા માટે આ ગેરંટી કૉંગ્રેસે આપી હોવાનું જણાવ્યું હતું. હાંશિયામાં જીવન જીવતા લોકો મુખ્ય ધારામાં સન્માનપૂર્વક જીવી શકે તેના માટે કૉંગ્રેસ કટિબદ્ધ છે.
- Sonia Gandhi hints political retirement: સોનિયા ગાંધીએ નિવૃત્તિ તરફ ઈશારો કરી કહ્યું, 'ભારત જોડો યાત્રા' રાજકીય દાવનો છેલ્લો મુકામ
- ભારતની રાજનીતિમાં ફેસબુક-ટ્વિટરનો દુરુપયોગ વધ્યો: સોનિયા ગાંધી