- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી કોંગ્રેસ પણ કંટાળી
- કોંગ્રેસના નેતા આજે નજીકના પેટ્રોલપંપ પર કરશે વિરોધ
- કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે
નવી દિલ્હીઃ કોંગ્રેસના તમામ નેતાઓ આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જેમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ (Congress organization general secretary KC Venugopal), મહાસચિવ હરિશ રાવત, પ્રવક્તા પવન ખેડા, સહિત અનેક નેતાઓ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જઈને વિરોધ પ્રદર્શન કરશે.
આ પણ વાંચો-પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસનું કહેવું છે કે, આ વિરોધ પ્રદર્શન કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે કરાશે. આ સાથે વેણુગોપાલે કહ્યું હતું કે, ભાજપ સરકારે (BJP Government) છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર કરમાં વારંવાર વધારો કરીને પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચાડી દીધી છે. આ સરકારની ખોટી નીતિઓના કારણે દેશના અનેક હિસ્સામાં કિંમત આજે 100 રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જેને ધ્યાનમાં રાખી કોંગ્રેસે વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો-નીઝરના બોરદા ગ્રામપંચાયત સરપંચ સામે વિરોધનો વંટોળ
ભાજપ સરકાર લોકોને લૂંટી રહી છેઃ સુરજેવાલા
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, ભયંકર લૂંટ થઈ રહી છે. છેલ્લા 13 મહિનામાં પેટ્રોલ 25.72 રૂપિયા, ડીઝલ 23.93 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે. આ સાથે જ અનેક રાજ્યોમાં તો પેટ્રોલની કિંમત 100 રૂપિયા થઈ ચૂકી છે. આ તમામ માટે સરકાર જવાબદાર છે.