નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પાર્ટી (Cong To Present Report Card On Modi Govt) સરકારના પ્રદર્શન પર 'રિપોર્ટ કાર્ડ' જારી કરશે. કોંગ્રેસ મહાસચિવ અજય માકન અને રણદીપ સુરજેવાલા દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના (AICC) કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે અર્થતંત્ર, વિદેશ નીતિ, સાંપ્રદાયિક સૌહાર્દ અને મોંઘવારી જેવા વિવિધ મોરચે મોદી સરકારની નિષ્ફળતાઓ અને પ્રદર્શનને પ્રકાશિત કરતું એક રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે.
આ પણ વાંચો:નરેન્દ્ર મોદીની સરકારના 8 વર્ષ, સામાન્ય માણસને શું મળ્યું?
ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો :બેરોજગારીએ 45 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોંઘવારી વધી રહી છે. ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ ઐતિહાસિક રીતે ઊંચા સ્તરે છે. ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. વિદેશી અનામત પણ ઘટી રહી છે. એકંદરે દેશ આર્થિક સંકટથી ઘેરાયેલો છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર, વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની આક્રમકતા મુખ્ય ચિંતાનો વિષય છે.
આ પણ વાંચો:આઝાદીના 75 વર્ષ 2 ભાઈઓનું થયું મિલન ને પછી થયું એવું....
રિપોર્ટ કાર્ડમાં તમામનો ઉલ્લેખ કરવામાં આવશે :કેન્દ્ર સરકારે ચીન પર જે રીતે કામ કરવું જોઈતું હતું તે રીતે કર્યું નથી. રિપોર્ટ કાર્ડમાં આ તમામનો ઉલ્લેખ કરવામાં આવશે. રિપોર્ટ કાર્ડ દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને ધ્રુવીકરણની સ્થિતિ અંગેની ચિંતાઓને પણ પ્રકાશિત કરશે. કારણ કે, તાજેતરના મહિનાઓમાં વિવિધ રાજ્યોના ઘણા ભાગોમાં આ મોરચે અશાંતિ જોવા મળી છે. કોવિડ-19 કોરોના મેનેજમેન્ટ પણ કોંગ્રેસના રિપોર્ટ કાર્ડનો ભાગ હશે. ઉપરોક્ત તમામ મુદ્દાઓ કેન્દ્ર સરકારની કામગીરીને લગતા અન્ય પરિબળો સાથે રિપોર્ટ કાર્ડમાં વિગતવાર દર્શાવવામાં આવશે.