- કોંગ્રેસ દ્વારા 24 જૂને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય
- સોનિયા ગાંધીની આગેવાની હેઠળ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ડિજિટલ મીટિંગમાં લેવાયો નિર્ણય
- જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત થવું જોઈએ
નવી દિલ્હી :કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા 24 જૂને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Jammu Kashmir Regional Congress Committee)ના પ્રમુખ ગુલામ અહેમદ મીરે (Ghulam Ahmad Mir) મંગળવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi President Indian National Congress)ની આગેવાની હેઠળ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ડિજિટલ મીટિંગ (Digital Meeting)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન દ્વારા 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠક બોલાઇ
તેમણે જણાવ્યુ હતુંં કે, આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Former Prime Minister Manmohan Singh), ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ (Former Home Minister Of India P Chidambaram), કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), કરણસિંહ (Karan Singh), રાજ્ય પ્રભારી (In Charge Of The State) રજની પાટિલ અને તેઓ પોતે ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, વડાપ્રધાન મોદી દ્વારા 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દર્જો આપવો જોઈએ
મીરે જણાવ્યુંં હતું કે, વડાપ્રધાનની બેઠકનો એજન્ડા આવે પછી નક્કી કરવામાં આવશે કે, બેઠકમાં પક્ષનો શું અભિપ્રાય હશે. તેમના કહેવા મુજબ, જમ્મુ-કાશ્મીરના લોકોની એવી લાગણી છે કે, આ કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દર્જો આપવો જોઈએ. કોંગ્રેસે (Congress party) તાજેતરના દિવસોમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત થવું જોઈએ.