ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે પેટાચૂંટણીના પરિણામોના વિશ્લેષણ માટે રાજ્યો પાસેથી માંગ્યો વિગતવાર રિપોર્ટ

પેટાચૂંટણીમાં તાજેતરની હારને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે (CONGRESS) તેના રાજ્ય એકમોને પાર્ટીના પ્રદર્શન અને તેની પાછળના કારણો વિશે રિપોર્ટ આપવા કહ્યું છે. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન (congress wins himachal and rajasthan)માં કોંગ્રેસને જોરદાર જીત મળી છે, જ્યારે ઘણા રાજ્યોમાં તે બીજું સ્થાન પણ મેળવી નથી શકી.

CONGRESS
CONGRESS

By

Published : Nov 6, 2021, 12:20 PM IST

  • કોંગ્રેસ હાઈકમાન્ડે તેના રાજ્ય એકમો પાસેથી રિપોર્ટ માંગ્યો
  • પેટાચૂંટણીના પરિણામોના વિશ્લેષણ માટે માંગ્યો વિગતવાર રિપોર્ટ
  • રાજ્ય એકમોને હારનું કારણ જણાવવા કહ્યું

નવી દિલ્હી: કોંગ્રેસ (CONGRESS) હાઈકમાન્ડે વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીમાં મળેલી હાર બાદ પાર્ટીના પ્રદર્શન અંગે તેના રાજ્ય એકમો પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને હારનું કારણ જણાવવા કહ્યું છે. 29 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભલે કોંગ્રેસને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં જોરદાર જીત (congress wins himachal and rajasthan) મળી હોય પરંતુ અન્ય રાજ્યોમાં પાર્ટી બીજુ સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.

કોંગ્રેસે પેટાચૂંટણીના પરિણામોના વિશ્લેષણ માટે રાજ્યો પાસેથી માંગ્યો વિગતવાર રિપોર્ટ

આ પણ વાંચો:કેદારનાથ ધામના કપાટ આજે થયા બંધ, મંદિર ભવ્ય રીતે સજાવવામાં આવ્યું

નેતાઓને રાજ્યના રાજકીય સંદર્ભમાં 'ખાસ ધ્યાન' રાખવાનો આગ્રહ કર્યો

કોંગ્રેસ (CONGRESS) મહાસચિવ કે.સી.વેણુગોપાલે પાર્ટીના રાજ્ય મહાસચિવોને પત્ર લખ્યો છે. વેણુગોપાલે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, દાદરા નગર હવેલી પાસેથી વિગતવાર અહેવાલો માંગ્યા છે. પત્રમાં પક્ષના નેતાઓને રાજ્યના રાજકીય સંદર્ભમાં 'ખાસ ધ્યાન' રાખવાનો આગ્રહ કર્યો છે. તેમની પાસેથી પરિણામના કારણો, ઉમેદવારની પસંદગી, ચૂંટણી પ્રચાર અને ચૂંટણી વ્યવસ્થાપન, પરિણામ પર ગઠબંધનની અસર, પરિણામો પર અન્ય રાજકીય પક્ષોની ભૂમિકા વિશે માહિતી માગવામાં આવી છે.

આ પણ વાંચો: ચીને અરૂણાચલ પ્રદેશની સાથે આવેલા વિવાદિત ક્ષેત્રમાં વસાવ્યું ગામઃ અમેરિકા

કોંગ્રેસ આસામમાં એક બેઠક પણ જીતવામાં નિષ્ફળ રહી

30 ઓક્ટોબરે 13 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે પેટાચૂંટણી જીતી હતી, જ્યારે કોંગ્રેસ (CONGRESS) આસામમાં એક બેઠક પણ જીતવામાં નિષ્ફળ રહી હતી.

ABOUT THE AUTHOR

...view details