ન્યૂઝ ડેસ્ક : દેશભરમાં જબરદસ્ત વિરોધનો (Protest Against Agnipath Scheme) સામનો કરી રહેલી કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને દિશાહીન ગણાવી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આંદોલનકારી યુવાનોને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે વિરોધ કરવાની અપીલ કરી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે આ સ્કીમ પાછી ખેંચવાની માંગ કરી હતી. દિલ્હીના જંતર-મંતર પર આજે રવિવારે કોંગ્રેસ અગ્નિપથ વિરુદ્ધ મોટું પ્રદર્શન (Congress Protest at Jantar Mantar) કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આ સત્યાગ્રહમાં સામેલ થવા માટે જોડાયા છે. કોંગ્રેસના સત્યાગ્રહ માટે જંતર-મંતર પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અર્ધલશ્કરી દળો તૈનાત છે.
આ પણ વાંચો :અગ્નિપથ આંદોલનને વચ્ચે રક્ષા મંત્રાલયની જાહેરાત, નોકરીઓમાં મળશે અનામત
સરકાર સામે અવાજ ઉઠાવીશું :અગ્નિપથ સામે વિરોધ દરમિયાન હિંસાના અહેવાલોને પગલે યુવાનોને એક સંદેશમાં, સોનિયા ગાંધીએ કહ્યું કે, "કોંગ્રેસ તમારી સાથે મજબૂત રીતે ઉભી છે અને તમારા હિતોનું રક્ષણ કરવાનું વચન આપે છે અને આ યોજના પાછી મેળવવા માટે લડશે. એક સાચા દેશભક્તની જેમ, અમે સત્ય, અહિંસા, સંયમ અને શાંતિના માર્ગે ચાલીને સરકાર સામે તમારો અવાજ ઉઠાવીશું. હું તમને વિનંતી કરું છું કે, તમારી કાયદેસરની માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન કરો."