નવી દિલ્હીઃ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના દાવોસ એજન્ડા સમિટમાં (Davos Agenda Summit of the World Economic Forum) ભાષણમાં વિક્ષેપ અંગે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ (Congress satire on PM Modi) કર્યો છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવાની તક જતી નહતી કરી. કોંગ્રેસનો દાવો છે કે, ટેલિપ્રોમ્પ્ટર બંધ થવાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ (Obstruction of the PM Modi speech at the World Economic Forum) બોલ્યા નહીં.
આ પણ વાંચો-Vaccine Booster Doses : વડાપ્રધાન મોદીએ બૂસ્ટર ડોઝનું મારું સૂચન માન્યું : રાહુલ ગાંધી
કોંગ્રેસે ટ્વિટર પર વડાપ્રધાનની સ્પીચની ક્લીપ શેર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની દાવોસ એજન્ડા સમિટમાં ભાગ (Davos Agenda Summit of the World Economic Forum) લીધો હતો. કોરોનાના કારણે આ સમિટનું વર્ચ્યૂઅલ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ (PM Modi Davos World Economic Forum) ટેક્નિકલ કારણોસર અટકાવવામાં (Obstruction of the PM Modi speech at the World Economic Forum) આવ્યું હતું. ક્લિપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધન દરમિયાન (Modi Davos Speech) બોલવાનું બંધ કરી દે છે. કોંગ્રેસે સંબોધનની ક્લિપ શેર કરીને તેના પર નિશાન (Congress satire on PM Modi) સાધ્યું છે.