ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Attack on PM of opposition : અદાણીને લઇને રાહુલ અને પ્રિયંકાએ PM મોદી પર સાધ્યું નિશાન, ખડગેએ પણ પૂછ્યા સવાલ - Congress leaders target PM Modi and Gautam Adani

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસના 85માં અધિવેશનના છેલ્લા દિવસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે સામૂહિક પરંપરાને અનુસરીને બંધારણને મજબૂત કરવાની વાત કરી હતી. છત્તીસગઢમાં ED અને આવકવેરાના દરોડાઓએ ઉદ્યોગપતિઓ અને અદાણીને ફાયદો પહોંચાડવાના મામલે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી અદાણી મુદ્દે સત્ય સામે નહીં આવે ત્યાં સુધી અમે પ્રશ્નો પૂછતા રહીશું.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 26, 2023, 9:08 PM IST

છત્તિસગઢ : રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે "અદાણી અને મોદી એક છે અને દેશની આખી સંપત્તિ એક જ વ્યક્તિના હાથમાં જઈ રહી છે. જ્યારે અમે તે બાબતને લઇને પ્રશ્નો પૂછીએ છીએ. જે પ્રશ્નોને સંસદ દ્વારા મારું અને ખડગેનું ભાષણ કાઢી નાખવામાં આવે છે. અમે હજાર વખત પ્રશ્નો પૂછીશું. જ્યાં સુધી સત્ય સામે નહીં આવે ત્યાં સુધી અમે પ્રશ્નો પૂછીશું."

રાહુલ ગાંધીના વડાપ્રધાન પર આક્ષેપો : રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, "આ શેલ કંપનીઓ ભારતમાં હજારો કરોડ રૂપિયા મોકલી રહી છે તે કોના પૈસા છે? અદાણી સંરક્ષણ ઉદ્યોગમાં કામ કરે છે. પરંતુ મોદી સરકારને ખબર નથી કે અદાણીના શેલ છે એટલે કે વિદેશમાં નકલી કંપનીઓ છે. આ બાબત પર તપાસ કેમ નથી થઈ રહી, જેપીસી કેમ નથી બની રહી? દેશની રક્ષાનો મામલો છે. અમે અદાણી પર સવાલો પૂછતા રહીશું અને કોંગ્રેસ પીછેહઠ નહીં કરે.

વિદેશ પ્રઘાન એસ જયશંકરના નિવેદન પર નિશાન :મોદી સરકારના એક પ્રધાને કહ્યું કે, ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા ઘણી મોટી છે, તો અમે તેમની સાથે કેવી રીતે લડી શકીએ? જ્યારે અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું ત્યારે શું તેમની અર્થવ્યવસ્થા આપણા કરતા નાની હતી? તેનો અર્થ એ છે કે જે તમારા કરતા વધુ શક્તિશાળી છે તેની આગળ શું તમારું માથું નમાવી દેશો.

અમિર અને ગરીબોને લઇને વિવાદ : પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, "ખેડૂત દરરોજ 27 રૂપિયા કમાઈ રહ્યો છે અને PMના મિત્ર 1600 કરોડ કમાઈ રહ્યા છે." "આજે ભારતમાં કોને તક મળી રહી છે". જો રાજ્યની નીતિઓ તમને બચાવી નહીં શકે તો કેન્દ્રની નીતિઓ તમને બરબાદ કરી દેશે. દેશના કરોડો યુવાનો બેરોજગાર છે. કોલસો, રોડ, પીએસયુ, એરપોર્ટ બધું જ વડાપ્રધાનના મિત્ર અદાણીને આપવામાં આવ્યું છે. 3 વર્ષમાં અદાણીની સંપત્તિમાં અનેકગણો વધારો થયો છે. વડાપ્રધાનની મદદથી આ સંપત્તિમાં વધારો થયો છે. અદાણીને બેંકો પાસેથી 80 હજાર કરોડ રૂપિયાની લોન મળી છે.

પ્રિયંકા ગાંધીએ આપ્યો નારો : પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વધુંમાં કહ્યું કે, “સબકા સાથ સબકા વિકાસ નહી, મિત્ર કા સાથ મિત્ર કા વિકાસ.” “વડાપ્રધાનથી લઈને પ્રધાનો, લોકસભાના સભ્યો બધા અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશમાં ગરીબોની વાત સાંભળવામાં આવતી નથી. અમુક પસંદગીના ઉદ્યોગપતિઓને જ સાંભળવામાં આવી રહ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન પૂછ્યો ત્યારે માત્ર એક જ વાત સાચી કહી હતી. બધા પર એકલતા ભારે, તે સાચું છે. એક અદાણી બધા પર ભારે છે. તમે આ દેશના ગરીબો, ખેડૂતો માટે કંઈ નથી કરી રહ્યા." પ્રિયંકા ગાંધીએ જનતાને અપીલ કરી છે કે "તમે આ સત્યને ઓળખો. સૌનો સાથ, સૌનો વિકાસ હવે મિત્રનો વિકાસનો નારા બની ગયો છે."

અદાણીને લઇને ખડગેનું નિવેદન : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, "અદાણીની સંપત્તિ અઢી વર્ષમાં અનેકગણી વધી છે." "કેન્દ્ર સરકાર લોકશાહી સરકાર નથી. તે લોકો માટે કામ કરતી સરકાર નથી. તે માત્ર સરમુખત્યારશાહી કરે છે. આપણે દલિતોનું રક્ષણ કરવાની જરૂર છે. અમે સંસદમાં તમારો અવાજ ઉઠાવ્યો હતો. અમે અદાણીની સંપત્તિનો હિસાબ પૂછ્યો હતો. તમે અદાણીને શીખવ્યો તે મંત્ર અમને પણ કહો. એક રૂપિયો અઢી વર્ષમાં તેર રૂપિયા કેવી રીતે થાય છે. એક વ્યક્તિ માટે તમે આખા દેશને બરબાદ કરી રહ્યા છો. મોદી કહે છે કે નતો હું ખાઇશ કે ન તો અન્યને ખાવા દઈશ. પરંતુ પૈસા કોઈ ખાતું નથી અમારી પ્રોપર્ટી વેચાઈ રહી છે." "જો તમે ડરતા નથી, તો પછી ED શા માટે દરોડા પાડી રહી છે?"

અશોક ગેહલોતનો મોદી સરકાર પર નિશાન: રાયપુરમાં અશોક ગેહલોતે કહ્યું કે "સંવિધાનનું રક્ષણ કરવું પડશે. કેન્દ્ર સરકાર લોકશાહી અને બંધારણ સાથે છેડો ફાડી રહી છે. તણાવ અને હિંસાનું વાતાવરણ છે. મોંઘવારી, બેરોજગારીનો મુદ્દો મોટો છે. અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધવું જોઈએ નહીં. ટીકા કરો છો તો દેશદ્રોહી છો, એવી સ્થિતિ ઊભી થઈ છે. બદલો લેવા માટે ઈન્કમટેક્સ, સીબીઆઈ, ઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એજન્સી ચૂંટણી પહેલા પહોંચી જાય છે. ન્યાયતંત્ર દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. લોકશાહી કેવી રીતે ટકી રહેશે? સ્થિતિ ઘણી ગંભીર છે. લોકો યુપીએ સરકારને યાદ કરે છે.

ABOUT THE AUTHOR

...view details