લખનૌ:કોંગ્રેસે 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે 41 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં 16 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે તેની પ્રથમ યાદીમાં 125 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જેમાં 50 મહિલા ઉમેદવારો હતા.
બુધવારે મોડી સાંજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી
બીજી તરફ પશ્ચિમથી શરૂ થતા પ્રથમ અને બીજા તબક્કા માટે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ (List of AIMIM in case of Assembly elections) તેની પ્રથમ અને બીજી યાદી બાદ બુધવારે મોડી સાંજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં સાત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, મેરઠની હસ્તિનાપુર સીટથી વિનોદ જાટવ અને મેરઠ શહેરથી ઈમરાન અન્સારીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અલીગઢના બરૌલી શાકિર અલી અને બુલંદશહરની સિકંદરાબાદ સીટ પરથી દિલશાદ અહમદના નામ પર મહોર લાગી છે. વિકાસ શ્રીવાસ્તવને બારાબંકીની રામનગર સીટથી અને રિઝવાનાને સહારનપુરની નાકુર સીટથી ટિકિટ મળી છે. ત્યારે પાર્ટીએ મુરાદાબાદની કુંડારકી બેઠક પરથી હાફિઝ વારિસના નામની જાહેરાત કરી છે.