ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ - કૃષિ કાયદા પાછા ખેંચાયા

કૃષિ કાયદા (agricultural laws)ને પાછા ખેંચવાની જાહેરાત પર કોંગ્રેસે (congress) કહ્યું છે કે, વડાપ્રધાને (pm modi) પોતાનો 'ગુનો' સ્વીકારી લીધો છે. કોંગ્રેસે કહ્યું છે કે સરકારના અહંકારની હાર (defeat of ego) થઈ છે. રાહુલ ગાંધી (rahul gandhi)એ કહ્યું છે કે, અન્નદાતા (farmers)એ સત્યાગ્રહ કરીને અહંકારનું માથું ઝુકાવી દીધું.

ખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ
ખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ

By

Published : Nov 19, 2021, 4:43 PM IST

  • કૉંગ્રેસે ખેડૂતોની લડતની જીત ગણાવી
  • ખેડૂતોના મોત માટે PMને માફી માંગવા કહ્યું
  • મોદીજીએ આજે સાર્વજનિક રીતે પોતાનો ગુનો સ્વીકાર કર્યો: સુરજેવાલા

નવી દિલ્હી: ત્રણેય કેન્દ્રીય કૃષિ કાયદાઓ (All three central agricultural laws) રદ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm narendra modi)ની જાહેરાતને સરકારના અહંકારની હાર (defeat of ego) અને ખેડૂતોની લડતની જીત ગણાવતા કોંગ્રેસે (congress) શુક્રવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાને જાહેરમાં તેમનો 'ગુનો' કબૂલ કર્યો છે અને હવે તેમણે '700 ખેડૂતોના મોત (death of farmers) અને ખેડૂતોના જુલમ' માટે દેશની માફી માંગવી જોઈએ. મુખ્ય વિરોધ પક્ષે (main opposition party) એમ પણ કહ્યું કે, દેશની જનતા સમજી ગઈ છે કે ભાજપ (BJP)ની હાર આગળ જ દેશની જીત છે. તેમણે કહ્યું કે, સંસદના આગામી સત્ર (Parliament session)માં આ માટે યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે.

મોદીજી અને તેમની સરકારના અહંકારની હારનો દિવસ

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (rahul gandhi)એ ટ્વીટ કર્યું, 'દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાયની વિરુદ્ધ આ જીત મુબારક હો! જય હિંદ, જય હિંદનો ખેડૂત!' પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા (randeep surjewala)એ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, "આજે મોદીજી અને તેમની સરકારના અહંકારની હારનો દિવસ છે. આજે ખેડૂત વિરોધી ભાજપ અને તેમના મૂડીપતિ મિત્રોની હારનો દિવસ છે. ખેતીને વેચવા માટે ષડયંત્રની હારનો દિવસ (A day of conspiracy defeat) છે. આજે ખેડૂત, મંડી, મજૂર અને દુકાનદારની જીતનો દિવસ છે. આજે 700 ખેડૂતોની શહીદીની જીતનો દિવસ છે."

ચૂંટણીમાં હારવાનો ભાજપને ડર

તેમણે એ પણ કહ્યું કે, "એક વર્ષના સંઘર્ષ બાદ ભાજપ અને અહંકારી વડાપ્રધાનને ખેડૂતો સામે ઝુકવું પડ્યું. દેશ હવે નહીં ભૂલે કે ખેડૂતોને કચેડવા, ઝુકાવવા અને જુલમ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જનતા સમજી ગઈ છે કે ભાજપની હારની આગળ જ જનહિત, ખેડૂત, મજૂર અને દેશની જીત છે." સુરજેવાલાએ દાવો કર્યો કે, " મોદીજીએ આજે સાર્વજનિક રીતે પોતાનો ગુનો સ્વીકાર કર્યો છે. હવે દેશની જનતા આ ગુનાની સજા આપશે. જેટલો શ્રેય ખેડૂતોને જાય છે એટલો જ શ્રેય 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારના ડરને પણ જાય છે."

MSPનો રોડમેપ અને રસ્તો શું છે?

તેમણે પૂછ્યું, 'મોદીજી, એ પણ જણાવો કે MSPનો રોડમેપ અને રસ્તો શું છે? તમે ફેબ્રુઆરી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું અને તે ક્યારે થશે? શું પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો ઈરાદો છે? ખેતીના સાધનો પર GSTમાંથી રાહત આપવાનો ઈરાદો શું છે?' સુરજેવાલાએ એમ પણ પૂછ્યું હતું કે, "જો 2 તપાસ એજન્સીઓના ડિરેક્ટરનો કાર્યકાળ વધારવા માટે ઉતાવળમાં વટહુકમ લાવી શકાય છે, તો પછી સરકાર આ કૃષિ કાયદાઓને રદ કરવા માટે વટહુકમ કેમ લાવી શકતી નથી? તેમણે કહ્યું, "700 ખેડૂતોના મોત માટે વડાપ્રધાન જવાબદાર છે. વડાપ્રધાને સામે આવીને માફી માંગવી જોઈએ."

પ્રિયંકા ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું- નિયત અને વલણ પર વિશ્વાસ કરવો મુશ્કેલ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, "ચૂંટણીમાં તોળાઈ રહેલી હારને જોતા વડાપ્રધાનને સત્ય સમજમાં આવવા લાગ્યું, પરંતુ તેમના ઈરાદા અને બદલાતા વલણ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે." તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે, "તમારી નિયત અને તમારા બદલાતા વલણ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખેડૂતની હંમેશા જય થશે. જય જવાન, જય કિસાન, જય ભારત." પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, 'લોકતાંત્રિક વિરોધ દ્વારા શું પ્રાપ્ત કરી શકાતું નથી. ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત નીતિમાં ફેરફાર અને હૃદય પરિવર્તનથી પ્રેરિત નથી. ચૂંટણીના ડરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.'

આ પણ વાંચો: repeal farm law: જાણો શું છે કૃષિ કાયદાઓ, જેના પર સરકાર અને ખેડૂતો હતા આમને-સામને

આ પણ વાંચો: ગુજરાતી ગાયિકા ઉર્વશી રાદડિયા પર થયો પૈસાનો વરસાદ, ડાયરામાં લોકોએ મન મૂકીને ઉડાવ્યા પૈસા

ABOUT THE AUTHOR

...view details