- ખેડૂતોના મુદ્દા પર કોંગ્રેસ ડિસેમ્બરમાં મોટી રેલી યોજશે
- રેલી માટે તારીખ નક્કી કરાવામાં આવી નથી
- ખેડૂતોઓથી જોડાયેલા મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકારને ઘેરે છે
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારને ઘેરવા માટે કોંગ્રેસ રણનીતિ બનાવી રહી છે. ત્યારે દિલ્હીમાં રેલી યોજાશે. અત્યારે રેલી (CONGRESS RALLY IN DELHI) માટે તારીખ નક્કી નથી કરી, પરંતુ ડિસેમ્બરના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં યોજાશે તેવી સંભાવના છે. સોમવારે દિલ્હીમાં 15 GRGમાં કોંગ્રેસ રાજ્યના નેતાઓની બેઠક દરમિયાન સરકારને ઘેરવાની રણનીતિ પર મંથન કરવામાં આવ્યું. આ બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષો અને નેતાઓને આમંત્રિત કર્યા હતા. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ (AICC General Secretary incharge KC Venugopal) એ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ પણ વાંચો:Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય
બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ જોડાયા
બેઠકમાં દિલ્હીના નેતા અનિલ ચૌધરી અને શક્તિ સિંહ ગોહિલ, રાજસ્થનના અજય માકન, ઉતર પ્રદેશના અજય કુમાર લલ્લૂ, હરિયાણાની કુમારી શૈલજા, ભૂપિંદર હુડ્ડા, વિવેક બંસલ અને પંજાબના ચરણજીત સિંહ ચન્ની, નવજોત સિંદ્ધૂ અને હરીશ ચૌધરી જોડાયા હતાં. વેણુગોપાલએ જણાવ્યું કે, અમે સંસદના આગામી શિયાળુ સત્રમાં મોંઘવારીના મુદ્દા ઉઠાવશું. શિયાળુ સત્રની રણનીતિને અંતિમ રૂપ આપવા માટે કોંગ્રેસ સંસદીય રણનીતિ સમૂહની 25 નવેમ્બરે નવી દિલ્હીમાં બેઠક યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રેલીને સંબોધન કરશે.