નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રૂપ સવાલો કર્યા છે. તેમણે મોંઘવારી અદાણી ગ્રૂપને લીધે વધી રહી છે તેવું જણાવ્યું છે. રાહુલે અદાણી ગ્રૂપે 32000 કરોડ રુપિયાનું કૌભાંડ કર્યુ હોવાનો આરોપ મુક્યો છે. કૉંગ્રેસ સાંસદે દિલ્હીમાં કોલસાની કિંમતોમાં રહસ્યમય રીતે વધારો થઈ રહ્યો છે તેવો રિપોર્ટ રજૂ કર્યો છે.
Rahul Gandhi on Adani: રાહુલ ગાંધીએ અદાણી અને નરેન્દ્ર મોદી પર કર્યા વાકપ્રહાર - જનતાના પૈસાની ચોરી
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી ગ્રૂપ પર વાકપ્રહાર કર્યા છે. તેમણે મોંઘવારી વધવા પાછળ અદાણી ગ્રૂપનો હાથ હોવાનું જણાવ્યું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

Published : Oct 18, 2023, 12:58 PM IST
જનતાના પૈસાની ચોરીઃ અદાણી મુદ્દે કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ વખતે જનતાના ખિસ્સામાંથી ચોરી થઈ રહી છે. જ્યારે આપ સ્વિચ દબાવો છો ત્યારે અદાણીના ખિસ્સામાં પૈસા જાય છે. અલગ અલગ દેશમાં પુછપરછ ચાલી રહી છે લોકો સવાલ પુછી રહ્યા છે પરંતુ ભારતમાં કંઈ થઈ જ રહ્યું નથી. રાહુલે ઉમેર્યુ કે, અદાણી ઈન્ડોનેશિયામાંથી કોલસો ખરીદે છે અને જ્યારે કોલસો ભારત આવે ત્યારે તેની કિંમત બમણી થઈ જાય છે. આપણે વીજળીની વધુ કિંમત ચૂકવી રહ્યા છીએ, અદાણી ગરીબ લોકો પાસેથી પૈસા લઈ રહ્યા છે. આ ઘટના કોઈ પણ સરકારને પાડી શકે છે. આ સીધી ચોરી છે.
શરદ પવાર વડા પ્રધાન નથીઃ વિપક્ષોએ ભેગા મળીને ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. તેમાં એનસીપી મહત્વની ભૂમિકામાં છે. શરદ પવાર અને અદાણી વચ્ચે થયેલ મુલાકાતના પ્રશ્નમાં રાહુલે જણાવ્યું કે મેં શરદ પવારને આ મુદ્દે નથી પુછ્યું કે તે ભારતના વડા પ્રધાન નથી. શરદ પવાર બચાવ કરતા નથી. વડા પ્રધાન મોદી છે તેથી મેં આ સવાલ મોદીને પુછ્યો છે. જો શરદ પવાર ભારતના વડા પ્રધાન હોત અને અદાણીની રક્ષા કરતા હોત તો હું શરદ પવારને સવાલ પુછત.