અમદાવાદ: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ગત મોડી રાત્રે ધરપકડ(MLA Jignesh Mevani arrested) કરી વિમાનમાં મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે જે બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે જે મામલે આજે બપોરે અમદાવાદના સારંગપુરમાં બાબાસાહેબ આંબેડકરની(Congress protests near Ambedkar statue) પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોડીરાત્રે આસામ પોલીસ દ્વારા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડકરવામાં આવી હતી. આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીની ધરપકડ પર કોંગ્રેસ લાલચોળ, અર્જુન મોઢવાડીયાએ કહ્યું કોંગ્રેસ લડશે અને ન્યાય અપાવીને રહશે
જીજ્ઞેશ મેવાણી સામે કેસ દાખલ -આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani Assam Case) ધરપકડ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેઓ "ગોડસેને ભગવાન માને છે. તેમણે ગુજરાતમાં કોમી અથડામણો સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ. જેથી મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(A), 504 અને ITની કલમો હેઠળ કેસ (Jignesh Mevani Tweet) દાખલ કરવામાં આવ્યો હતો.
આજે બપોરે અમદાવાદના સારંગપુરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પોલીસનો બંદોબસ્ત - ગુજરાત કોંગ્રેસ દ્વારા બપોરે 12 વાગે અમદાવાદના સારંગપુરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેની માહિતી અમદાવાદ શહેર પોલીસને મળતાની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનને લઈ એસીપી, પીઆઇ સહિત પોલીસનો કાફલો રોડ પર ખડકી દેવામાં આવ્યો હતો.
કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો:જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ કર્યો
આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસ ધરણા પર -બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા. જેને પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન શહેઝાદ ખાન વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ પોલીસે એક બાદ એક નેતાઓની અટકાયત શરૂ કરી હતી. બીજી તરફ મહિલાઓ રોડ પર બેસી ગઈ હતી તેમજ યુથ કોંગ્રેસ દ્વારા સારંગપુર ચાર રસ્તા પર વાહન વ્યવહાર રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.