- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મહત્વની બેઠક
- તમામ રાજ્યોના પ્રમુખો સાથે કરશે બેઠક
- ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાત થાય તેવી પ્રબળ શકયતા
અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election)ને એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની એડી ચોટીનું જોર લગાવવા માટે તૈયાર થઈ ગયા છે, ત્યારે 25 વર્ષથી સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી પણ હવે સત્તામાં આવવા માટે સતત જોર લગાવી રહી છે જેને લઇને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતા કોને બનાવવા તેને લઈને સતત હાઈ કમાન્ડમાં મનોમંથન પણ ચાલી રહ્યું છે..
ગમે ત્યારે લાગી શકે પ્રમુખના નામની મહોર
જોકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ ગમે ત્યારે પ્રમુખના નામની મહોર લાગી શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. આવતીકાલે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના પ્રમુખો સાથેની બેઠક (Sonia Gandhi's meeting with state presidents) યોજાવાની છે જેને ધ્યાનમાં રાખી ગુજરાત કોંગ્રેસના પ્રમુખના નામની જાહેરાત પણ મોડી સાંજ સુધી થઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
આ પણ વીંચો:દિલ્હીની બેઠક બાદ હવે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા કોણ બનશે? એક્સક્લૂસિવ રીપોર્ટ