નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી (Sonia Gandhi covid infected) હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમને રવિવારે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા સોનિયા ગાંધી કોરોનાથી સંક્રમિત (Sonia Gandhi Admited) થયા હતા. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
આ પણ વાંચો :કોરોના ફરી એક્ટિવ, એક દિવસમાં નોંધાયા 8000થી વધુ કેસ, 10ના મૃત્યું
સોનિયા ગાંધીની હાલત સ્થિર :સુરજેવાલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, "કોવિડ સંબંધિત સમસ્યાઓના કારણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં નિરીક્ષણ માટે રાખવામાં આવશે. અમે કોંગ્રેસના તમામ પુરુષો અને મહિલાઓ તેમજ તમામ શુભેચ્છકોનો તેમની ચિંતા અને શુભકામનાઓ માટે આભાર માનીએ છીએ."
પ્રિયંકા ગાંધીએ આપી માહિતી :દેશમાં વધી રહેલા કોરોના કેસની વચ્ચે કોંગ્રેસના ઘણા નેતાઓ વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. પ્રમુખ સોનિયા ગાંધી અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ બાદ પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. પ્રિયંકા ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પ્રિયંકામાં સંક્રમણના હળવા લક્ષણો હતા. તેણે પોતાની જાતને ઘરે અલગ કરી દીધી હતી.
આ પણ વાંચો :સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી, મુખ્ય સચિવ પંકજકુમાર થયા કોરોના પોઝિટિવ
ED સમક્ષ થવાનું હતું હાજર :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ તેમને 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે, તેણે હાજર થવા માટે ED પાસે નવી તારીખ માંગી હતી.