ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Pasighat to Porbandar Yatra : હવે અરુણાચલ પ્રદેશથી ગુજરાતની યાત્રા કરશે રાહુલ ગાંધી - Pasighat to Porbandar Yatra

ભારત જોડો યાત્રાથી ઉત્સાહિત કોંગ્રેસ પાર્ટી ફરી એક યાત્રાનું આયોજન કરી રહી છે. આ વખતે આ યાત્રા પૂર્વથી પશ્ચિમની હશે. એટલે અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી હશે.

Pasighat to Porbandar Yatra : હવે અરુણાચલ પ્રદેશથી ગુજરાતની યાત્રા કરશે રાહુલ ગાંધી
Pasighat to Porbandar Yatra : હવે અરુણાચલ પ્રદેશથી ગુજરાતની યાત્રા કરશે રાહુલ ગાંધી

By

Published : Feb 26, 2023, 6:12 PM IST

રાયપુર :કોંગ્રેસ પાસીઘાટથી પોરબંદર સુધીની બીજી યાત્રાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ માહિતી આપી છે. રમેશે જણાવ્યું હતું કે, આ યાત્રા ઉત્તર-દક્ષિણ યાત્રાથી થોડી અલગ હશે. તેમણે કહ્યું કે, યાત્રાના ફોર્મેટ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. પસીઘાટ અરુણાચલ પ્રદેશમાં છે, જ્યારે પોરબંદર ગુજરાતમાં છે.

કોંગ્રેસ કરી રહી છે બીજી યાત્રાનું આયોજન :જયરામ રમેશના જણાવ્યા મુજબ જોકે, પૂર્વથી પશ્ચિમની યાત્રામાં જેટલા લોકો ભાગ લેશે તેટલા લોકો નહીં જેમણે ઉત્તરથી દક્ષિણની યાત્રામાં ભાગ લીધો હતો. કોંગ્રેસના મહાસચિવના જણાવ્યા અનુસાર કારણ કે, રસ્તામાં ઘણી નદીઓ અને જંગલો છે, તેથી પગપાળા યાત્રાની સાથે સાથે પરિવહનના અન્ય માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કરી હતી કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા :અગાઉ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી હતી, તેને ભારત જોડો યાત્રા નામ આપવામાં આવ્યું હતું. આ યાત્રા લગભગ ચાર હજાર કિલોમીટરની હતી. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આ યાત્રા દરમિયાન તેને અપેક્ષા કરતા વધુ સફળતા મળી છે અને લોકોને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. રાજ્ય-રાજ્યના કોંગ્રેસના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :Rahul Gandhi Sirpur Visit: પટેલ પરિવારના ઘરે લગ્ન સમારોહમાં અચાનક પહોંચ્યા રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું ભારત જોડો યાત્રામાં જે અનુભવ્યું તે પ્રેરણાદાયક હતું : તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ તેની સામાન્ય સંમેલન બેઠકમાં આ નિર્ણય લીધો છે. અગાઉ પાર્ટી સંમેલનને સંબોધિત કરતી વખતે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમની ભારત જોડો યાત્રા દરમિયાન તેમણે જે અનુભવ્યું તે પ્રેરણાદાયક હતું. તેણે કહ્યું કે, આ પ્રવાસ દરમિયાન તેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સમયગાળા દરમિયાન તેઓ ઘણું શીખ્યા અને પોતાનો અહંકાર પણ છોડી દીધો છે. રાહુલે કહ્યું કે, આ યાત્રા એટલા માટે સફળ રહી કારણ કે, આ દરમિયાન અમને કોંગ્રેસના કાર્યકરોનું સમર્થન મળતું રહ્યું.

આ પણ વાંચો :Rahul Gandhi Bharat Jodo Yatra: મોદી અને અદાણી વચ્ચે એવો તે શું સંબંધ છે

રાહુલ ગાંધીએ કહ્યું આ એક તપસ્યા હતી :રાહુલ ગાંધીએ કહ્યું કે, આ એક તપસ્યા હતી અને આ તપસ્યાથી ઉર્જા મળી છે, તે આગળ પણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, આ સંયમ કોઈપણ સંજોગોમાં બંધ થવો જોઈએ નહીં. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના 15-16 લોકો લાલ ચોકમાં તિરંગો ફરકાવવા ગયા, પરંતુ અમે હજારો લોકો સાથે ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details