નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને હળવા તાવના લક્ષણો સાથે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે.
થોડા સમય પહેલા કરાવી કેન્સરની સારવાર: ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી સતત સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે. તે થોડા મહિના પહેલા કેન્સરની સારવાર કરાવીને અમેરિકાથી પરત આવી હતી. જે બાદ તેમને સમયાંતરે હોસ્પિટલમાં જવું પડે છે. આ વર્ષની શરૂઆતમાં પણ 4 જાન્યુઆરીએ સોનિયા ગાંધીને તાવના લક્ષણોને કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમને શ્વસન ચેપની દેખરેખ અને સારવાર માટે ચેસ્ટ મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અવારનવાર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ:તેમને ફરીથી 12 જાન્યુઆરી, 2023 ના રોજ વાયરલ શ્વસન ચેપની સારવાર માટે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 17 જાન્યુઆરી, 2023 ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 2 માર્ચ, 2023ના રોજ સોનિયા ગાંધીને તાવને કારણે ફરીથી તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
INDIAની બેઠકમાં હાજર હતા:હાલમાં, હોસ્પિટલ દ્વારા તેમને રવિવારે કયા માટે દાખલ કરવામાં આવ્યા હતા તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ તેણે મુંબઈમાં ઈન્ડિયા એલાયન્સની મીટિંગમાં હાજરી આપી હતી. જ્યાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને સક્રિય દેખાતા હતા.
- Rahul Gandhi met Lalu Yadav: રાહુલ ગાંધીએ લાલુ પાસેથી 'ચંપારણ મટન' બનાવતા શીખ્યા, લાલુજીની સિક્રેટ રેસિપી અને પોલિટિકલ મસાલા પર ચર્ચા
- Special Session Of Parliament: સંસદના વિશેષ સત્રમાં શું છે ખાસ?, જાણો ક્યારે બોલાવવામાં આવ્યા છે આવા સત્ર