કેરળ : મંગળવારે શોરાનુર જંક્શન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. ત્યારબાદ વંદે ભારત એક્સપ્રેસ પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનની પ્રશંસા કરતા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમને ઉત્તરીય જિલ્લા કસરગોડ સાથે જોડે છે. તે કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ ટાઉન, થ્રિસુર, શોરાનુર જંક્શન, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ ખાતે સ્ટોપ કરશે.
વંદે ભારત ટ્રેન પર કોંગ્રેસ સાંસદના પોસ્ટર લાગ્યા :ટેલિવિઝન ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં RPF કર્મચારીઓને શોરનુર જંક્શન પર સ્ટોપેજની ખાતરી કરવામાં તેમની ભૂમિકાની પ્રશંસામાં કેટલાક લોકો દ્વારા ટ્રેન પર ચોંટાડવામાં આવેલ પલક્કડ સાંસદનું પોસ્ટર હટાવતા દર્શાવવામાં આવ્યું હતું. ટ્રેન શોરાનુર સ્ટેશન પર પહોંચી ત્યારે આ ધટના જોવા મળી હતી. ટ્રેનના આગમનને આવકારવા માટે શ્રી શ્રીકંદન અને તેમના સમર્થકો રેલવે સ્ટેશન પર હાજર હતા. આ ઘટનાની નિંદા કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને આરોપ લગાવ્યો કે આ સાંસદના સમર્થકોનું કૃત્ય છે.