કારગીલ:લદ્દાખના કારગીલમાં રાહુલ ગાંધીએ ચીન મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચીન પર સંપૂર્ણ સત્ય નથી કહી રહી. ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે. તે દુઃખદ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કહ્યું કે ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી. વડાપ્રધાન સાચું બોલતા નથી. લદ્દાખનો દરેક વ્યક્તિ જાણે છે કે ચીને લદ્દાખની જમીન લઈ લીધી છે.
પીએમ મોદી ખોટું બોલ્યા:રાહુલે કહ્યું કે, "સફર સમયે શિયાળામાં હિમવર્ષાને કારણે હું લદ્દાખ ન જઈ શક્યો. લદ્દાખની મુલાકાત લેવાનું મારા દિલમાં હતું અને આ વખતે મેં તેને સાકાર કર્યું અને મોટરસાઇકલ પર આગળ વધ્યો. લદ્દાખ એક વ્યૂહાત્મક સ્થળ છે. એક વાત સ્પષ્ટ છે કે ચીને ભારતની જમીન છીનવી લીધી છે. દુખની વાત છે કે વિપક્ષની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે લદ્દાખનો એક ઇંચ પણ ચીને નથી લીધો. જે જુઠ્ઠું છે.
લદ્દાખના લોકોના ડીએનએમાં પ્રેમ:તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ સરહદ પર યુદ્ધ થયું છે ત્યારે લદ્દાખના લોકોએ ભારત સાથે મળીને બહાદુરીથી તેનો સામનો કર્યો છે. તેમની મુલાકાત દરમિયાન, તેમણે લદ્દાખના લોકોની સમસ્યાઓ અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે દેશના વિવિધ ભાગોમાંથી મજૂરો કામ કરવા માટે લદ્દાખ પહોંચે છે. જ્યારે તેમણે તેમને પૂછ્યું તો તેઓએ કહ્યું કે લદ્દાખ પણ તેમનું બીજું ઘર છે. લદ્દાખના લોકોના કારણે જ આ શક્ય બન્યું છે. રાહુલે લદ્દાખના લોકોના જોરદાર વખાણ કર્યા. એ પણ કહ્યું કે પ્રેમ લદ્દાખના લોકોના ડીએનએમાં છે.
'ભારત જોડો યાત્રા' વિશે શું કહ્યું:લદ્દાખના કારગીલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "થોડા મહિના પહેલા અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા હતા, તેને 'ભારત જોડો યાત્રા' નામ આપવામાં આવ્યું હતું. અમારો ઉદ્દેશ્ય દેશમાં બીજેપી-આરએસએસ દ્વારા ફેલાયેલી નફરત અને હિંસા રોકવાનો છે." તેમણે કહ્યું, "યાત્રામાંથી જે સંદેશ આવ્યો હતો - 'નફત કે બજાર મેં હમ મોહબ્બત કી દુકાન ખોલને નિકલે હૈ'. તમારી પણ આ જ વિચારસરણી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં મેં જાતે જોયું છે."
(ANI)
- Rahul Gandhi Srinagar tour: રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચશે, હાઉસબોટમાં રહેશે
- New Delhi: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, ઉત્તર-પૂર્વીય રાજ્યો માટેની વિશેષ જોગવાઈઓ સાથે ચેડા કરવાનો કોઈ ઈરાદો નથી