જલંધરઃ પંજાબના જલંધરથી કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખસિંહનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેમણે ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. જ્યાં તેઓ અચાનક બીમાર પડ્યા હતા. પંજાબમાંથી આ યાત્રા પસાર થઈ રહી હતી એ સમયે આ ઘટના બની હતી. તેમને ફગવાડાની વિર્ક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમનું અવસાન થયું. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ચાલી રહ્યા હતા ત્યારે તેમના હૃદયના ધબકારા વધી ગયા હતા. આ પછી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા રોકી અને તરત જ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા.
આ પણ વાંચોઃ કોંગ્રેસે રાજસ્થાનના દૌસાથી ફરી ભારત જોડો યાત્રા શરૂ કરી અને 100 દિવસ પૂરા કર્યા
આવુ આયોજનઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે સવારે સાત વાગ્યે લુધિયાણાના લોડોવાલથી નીકળી હતી. સવારે 10 વાગ્યા આસપાસ આ યાત્રા જલંધરના ગોરાયામાં પહોંચવાની હતી. જ્યાં લંચબ્રેક થવાનો હતો. બપોરના 3 વાગ્યે આ યાત્રા ફરી શરૂ થવાની હતી. સાંજે છ વાગ્યા આસપાસ ફગવાળા બસ સ્ટેશન સુધી પહોંચવાની હતી. આ યાત્રાનો રાત્રીવિરામ કપુરથલાના કોનિકા રીસોર્ટમાં થવાનો હતો. મેહત ગામમાં કોંગ્રેસના આગેવાનો તથા નેતાઓનું રોકાણ થવાનું હતું.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી દિલ્હી, પ્રિયંકા અને સોનિયા ગાંધી યાત્રામાં જોડાશે
યાત્રા રોકાઈઃશનિવારે સવારે સાડા નવ વાગ્યા આસપાસ કોંગ્રેસ સાંસદ સોતખસિંહ ચૌધરીના નિધન બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી. કોંગ્રેસની આ યાત્રાને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પંજાબના મુખ્યપ્રધાન ભગવંતસિંહ માને એમના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તારીખ 30 જાન્યુઆરીના રોજ કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું કાશ્મીરમાં સમાપન થવાનું છે. આ યાત્રા પંજાબ સુધી પહોંચી ગઈ હતી. જ્યાં સાંસદનું નિધન થતા યાત્રા રોકી દેવામાં આવી હતી. ભારત જોડો યાત્રાથી વિપક્ષ કોંગ્રેસ પોતાની મજબુતી સાબિત કરવા માગે છે. આ માટે 21 જુદી જુદી રાજકીય પાર્ટીઓના નેતાઓને પણ જણાવવામાં આવ્યું હતું. પણ ખાસ વાત એ છે કે, આ યાદીમાં કેસીઆર, અરવિંદ કેજરીવાલ, એચડી દેવગૌડા અને ઓવૈસી જેવા નેતાઓને કે એમની પાર્ટીને બોલાવવામાં આવ્યા નથી.
આ પણ વાંચોઃ TV અભિનેત્રી કામ્યા પંજાબીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો પકડ્યો હતો હાથ
હોસ્પિટલ લઈ ગયાઃચાલું યાત્રા દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા રસ્તા પર એક તરફનો રસ્તો ક્લિયર કરાવીને એમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા તેમજ આગેવાનો પણ યાત્રાના જે સ્થળે હતા એ ત્યાં જ રોકાઈ ગયા હતા.