નવી દિલ્હીકોંગ્રેસ સાંસદ અબ્દુલ ખાલિક વિવાદાસ્પદ નિવેદન (Abdul Khaliq Controversial Statement) આપીને ચર્ચામાં આવી ગયા છે. આસામના સાંસદ અબ્દુલ ખાલીકે કહ્યું કે, મુઘલોએ ભારતને રોડમેપ આપ્યો હતો. મુઘલોએ જ ભારતનું સર્જન કર્યું અને દેશને પહેલીવાર હિન્દુસ્તાન કહીને સંબોધન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, મુઘલો વિના દેશની આઝાદીની લડાઈ અધૂરી રહી હોત. જો કે આ નિવેદન પર થયેલા વિવાદ બાદ તેણે સ્પષ્ટીકરણ પણ આપ્યું છે. abdul khaliq sparks fresh controversy
આ પણ વાંચોબાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં મોટો નિર્ણય, તમામ કેસ કર્યા બંધ
કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે ટ્વિટ પર કરી ટિપ્પણીકોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલીકે કહ્યું, 'મેં ટ્વિટ કર્યું નથી. મેં એક ટ્વિટ પર ટિપ્પણી (Abdul Khaliq Controversial Statement) કરી હતી. હવે તે વાયરલ થઈ ગયું છે, હું શું કરી શકું? હા, હું હજુ પણ કહું છું કે, મુઘલ શાસકોએ ભારતને પહેલીવાર હિન્દુસ્તાન કહ્યું હતું. તે પહેલા આ દેશને કોઈએ હિન્દુસ્તાન નહોતું કહ્યું. પહેલા નાના રાજ્યો હતા. મુઘલ શાસન હેઠળ ભારત એક આકાર બની ગયું છે. જ્યાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધું જ છે.
આ પણ વાંચોસુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત કેસ કર્યા બંધ