- છત્તીસગઢના કસડોલમાં કોંગ્રેસ ધારાસભ્ય શકુંતલા સાહુ ફરી એક વાર વિવાદમાં સપડાયાં
- શકુંતલા સાહુએ વડાપ્રધાનનું નામ લીધા વગર તેમના વિશે વિવાદિત ટ્વિટ કર્યું હતું
- શકુંતલા સાહુના ટ્વિટ અંગે તમામ જગ્યાએ વિવાદ થતા તેમણે ટ્વિટ ડિલીટ કર્યું
રાયપુર (છત્તીસગઢ): હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતાં છત્તીસગઢના કસડોલથી કોંગ્રેસના ધારાસભ્ય અને સંસદીય સચિવ શકુંતલા સાહુ ફરી એક વાર વિવાદમાં આવ્યાં છે. આ વખતે શકુંતલા સાહુ એક ટ્વિટના કારણે વિવાદમાં સપડાયાં છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ગુજરાતી છે, તેમના લોહીમાં વેપાર છે. દેશને વેચીને જ માનશે. આ ઈશારો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો. જોકે, કોઈનું પણ નામ ટ્વિટમાં લખ્યું નહતું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકોની સાથે ભાજપના નેતાઓની કમેન્ટ શરૂ થઈ જતા ધારાસભ્યએ આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. આ સાથે તેમણે ગુજરાતી સમાજની માફી પણ માગી હતી.
આ પણ વાંચોઃરિલાયન્સ રિફાઇનરીથી ઇન્દોર આવેલા ઑક્સિજન ટેન્કરની ભાજપ સાંસદે કરી પૂજા
મહાત્મા ગાંધી પણ ગુજરાતી હતા, તેમણે દેશ વેચ્યો?: ગુજરાતી સમાજ