નવી દિલ્હીઃકોંગ્રેસ નેતા ઉદિત રાજે એવું નિવેદન આપ્યું છે, (congress leader udit raj on president murmu ) જેને લઈને વિવાદ થઈ શકે છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે ટિપ્પણી કરી છે. ઉદિત રાજે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે લખ્યું છે કે, કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવો રાષ્ટ્રપતિ ન મળવો જોઈએ.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કેરાષ્ટ્રપતિએ એવું નિવેદન કરીને યોગ્ય કર્યું નથી કે 70% લોકો ગુજરાતનું મીઠું ખાય છે. ભારતીય જનતા પાર્ટીએ આનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, તેમની ભાષા સ્વીકાર્ય નથી.