ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના પ્રવાસે, ટ્રેક્ટર રેલીમાં જોડાશે - પ્રચાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડના પ્રવાસે જશે. અહીં રાહુલ ગાંધી ટ્રેક્ટર રેલીમાં જોડાશે. રાહુલ ગાંધી નવા કૃષિ કાયદા અંગે મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. થોડા દિવસથી તેઓ ઘણી મહાપંચાયતમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. હવે તેઓ પોતાના ક્ષેત્રમાં ટ્રે્ક્ટર રેલી કરવા જઈ રહ્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે, ટ્રેક્ટર રેલીમાં જોડાશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે, ટ્રેક્ટર રેલીમાં જોડાશે

By

Published : Feb 22, 2021, 2:41 PM IST

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે
  • રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર પહોચ્યા
  • કેરળ વિધાનસભાની ચૂંટણીના કારણે રાહુલ ગાંધીનો પ્રવાસ મહત્ત્વનો

તિરુવનંતપુરમઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. આજે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં ટ્રેક્ટર રેલી યોજશે. આ સાથે જ કેરળમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રચાર કરશે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખૂબ મહત્ત્વનો ગણવામાં આવે છે. રાહુલ ગાંધી કાલીકટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પહોંચી ગયા છે.

રાહુલ ગાંધીના પ્રવાસનો કાર્યક્રમ

  • 9.15 વાગ્યે- પૂઠાડી ગ્રામ પંચાયત કુડુમ્બશ્રી સંગમમાં ઉદ્ઘાટન કરશે. આ સાથે જ ઈન્ફેન્ટ જિસસ સ્કૂલ કેનચિરા વાયનાડની વિદ્યા વાહિની બસ વિતરણનું પણ ઉદ્ઘાટન કરશે.
  • 10.45 વાગ્યે સેન્ટ જોસેફ સ્કૂલ મેપ્પાડી વાયનાડમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.
  • 11.45 વાગ્યે વાયનાડના માંડલથી મુત્તિલ બસ સ્ટોપ સુધી ખેડૂત ટ્રેક્ટર રેલી યોજશે. ત્યારબાદ ખેડૂત સભા કરશે
  • 3.45 વાગ્યે મલિયાપુરમના વંધબલમ રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરશે.
  • 4.45 વાગ્યે પોરૂરના ચેરુકોડ મહિલા સહકારી બેન્કની રજત જયંતિ વર્ષગાંઠમાં સામેલ થશે.
  • 6.15 વાગ્યે મલપ્પુરમના નીલમપુરમાં જનજાતીય સંમેલનમાં ભાગ લેશે.

ABOUT THE AUTHOR

...view details