નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવાર સવારે અચાનક જ આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ રેલવે સ્ટેશન પર કામ કરતા કૂલીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે કૂલીઓ સાથે કોઈપણ અંતર રાખ્યા વિના તેમની સાથે ટોળામાં બેસીને વાતચીત કરી. રાહુલ ગાંધી અને કૂલીઓ જમીન પર એકસાથે બેઠા હતા.
Rahul Gandhi News: રાહુલ ગાંધી કૂલીઓને મળવા માટે આનંદ વિહાર રેલવે સ્ટેશન પર પહોંચ્યા - Mahatama Gandhi
ગુરુવાર સવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અચાનક જ એક અનશિડ્યુલ્ડ વિઝિટ કરી હતી. તેમની આ વિઝિટ આનંદ વિહાર રેલવે સ્ટેશનની હતી. અહીં તેમણે કૂલીઓ સાથે ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. રાહુલ ગાંધીને રેલવે સ્ટેશન પર જોતા જ ભીડ એકઠી થઈ ગઈ હતી. વાંચો રાહુલ ગાંધીની આ અનશિડ્યુલ્ડ વિઝિટ વિશે વિગતવાર.
Published : Sep 21, 2023, 11:51 AM IST
|Updated : Sep 21, 2023, 1:02 PM IST
સામાન્ય વર્ગને સમય આપી રહ્યા છે રાહુલ ગાંધીઃ કૂલીઓ સાથે રાહુલ ગાંધીની શુભેચ્છા મુલાકાત વિશેષ રહી, કારણ કે આ મુલાકાત દરમિયાન તેમણે મુસાફરોનો સામાન પણ ઉચક્યો હતો. રાહુલ ગાંધીએ કૂલીઓની તકલીફો સાંભળી હતી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને કૂલીઓનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કૂલીઓ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સામાન્ય વર્ગને સતત મળી રહ્યા છે. તાજેતરમાં તેમણે આવી ત્રણેક મુલાકાતો કરી છે. જેમાં આઝાદપુર માર્કેટ, કરોલ બાગના બાઈક માર્કેટ તેમજ એક ખેતરમાં વાવણી કરવા જવું સામેલ છે.
ભારત જોડો યાત્રા યથાવતઃ આઈએનસી ટીવી દ્વારા એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન છે કે ભારત જોડો યાત્રા યથાવત છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને શરૂ કરી છે. આ શ્રેણીમાં તેઓ આજે આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કૂલીઓને મળીને તેમની તકલીફો સાંભળી, તેમને સાંત્વના પણ આપી છે.