નવી દિલ્હી:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર બેરોજગારી અને શિક્ષિત યુવાઓને રોજગારી આપવાના મામલે ફરી એકવાક કેન્દ્રની મોદી સરકાર પર શાબ્દિક નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અગ્નિવીર યોજનાની આડમાં આર્મી અને ભારતીય વાયુસેનાની કાયમી ભરતી પ્રક્રિયાને રદ કરવાના સરકારના નિર્ણયે દેશના ઘણા યુવાનોના સપના બરબાદ કર્યા છે.
Rahul Gandhi on bjp: સરકારે અગ્નિપથ યોજનાથી યુવાઓના સપના તોડી નાખ્યા: રાહુલ ગાંધી - રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર રોજગારીને મામલે શાબ્દિક નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અગ્નિવીર યોજનાની આડમાં આર્મી અને ભારતીય વાયુસેનાની કાયમી ભરતી પ્રક્રિયાને રદ કરવાના સરકારના નિર્ણયે દેશના ઘણા યુવાનોના સપના બરબાદ કર્યા છે.
Published : Dec 27, 2023, 8:10 AM IST
|Updated : Dec 27, 2023, 10:32 AM IST
મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર: રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "સરકારે અગ્નિવીર યોજનાની આડમાં આર્મી અને ભારતીય વાયુસેનાની કાયમી ભરતી પ્રક્રિયાને રદ કરીને અસંખ્ય યુવાનોના સપનાઓને ધ્વંસ્ત કરી દીધા છે, આ યોજના 'અસ્થાયી ભરતી' કરવા માટે લાવવામાં આવી હતી. આ ખુબ દુ:ખદ છે કે, સત્યાગ્રહની ભૂમિ ચંપારણથી લગભગ 1100 કિલોમીટર પગપાળા ચાલીને દિલ્હી પહોંચનારા યુવાનોના સંઘર્ષ મીડિયા દ્વારા બતાવવામાં આવ્યો નથી. રાહુલ ગાંધીએ ઉમેર્યું હતું કે, અમે શેરીઓથી લઈને સંસદ સુધી રોજગારીનો મુદ્દો ઉઠાવનારા યુવાનોની સાથે છીએ.
કોંગ્રેસનો આરોપ: અગ્નિપથ યોજના, 14 જૂન, 2022 ના રોજ જાહેર કરવામાં આવી હતી, જેમાં 17 થી 21 વર્ષની વયના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, અને તેમાંના 25 ટકાને વધુ 15 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે. અગાઉ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એવો આક્ષેપ કર્યો હતો કે સશસ્ત્ર દળોમાં આવી ટૂંકા ગાળાની ભરતી માટેની અગ્નિપથ યોજના તેવા લોકો સાથે "વગર સાર્થક પરામર્શ" બુલડોઝર આપવામાં આવ્યું છે. જે આ પ્રકારની વિનાશકારી નીતિ થી સીધી રીતે પ્રભાવીત થઈ રહ્યાં છે.