- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થેયલી હિંસાનો (lakhimpur Kheri Violence) મામલો
- યોગી સરકારે કોંગ્રેસના નેતાઓને લખીમપુર ખીરી (lakhimpur Kheri) જવા આપી મંજૂરી
- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ અને ચરણજિત સિંહ ચન્ની લખીમપુર ખીરી (lakhimpur Kheri) જવા રવાના
નવી દિલ્હીઃ લખીમપુર ખીરી હિંસામાં જીવ ગુમાવનારા (lakhimpur Kheri Violence) ખેડૂતોના પરિવારોને (Family of Farmers) મળવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ અને ચરણજિત સિંહ ચન્ની લખનઉ માટે રવાના થયા છે. તેઓ એક ફ્લાઈટમાં ત્યાં જઈ રહ્યા છે. રાજ્ય સરકારે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 5ને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો- આખા દેશમાં ખેડૂતો પર યોજનાબદ્ધ આક્રમણ થઈ રહ્યું છે, અમારી શું ભૂલ છે કે અમને લખીમપુર જતાં અટકાવવામાં આવી રહ્યા છે? : રાહુલ ગાંધી
લખીમપુર ખીરીની (lakhimpur Kheri Violence) ઘટના પછી રાજકીય માહોલ ગરમાયો
આ પહેલા ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વવાળા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને (Congressional delegation) લખીમપુર ખીરી વિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી નહતી આપી. લખીમપુર ખીરીના તિકોનિયા ક્ષેત્રમાં થયેલી હિંસામાં (lakhimpur Kheri Violence) 4 ખેડૂતો સહિત 8 લોકોના મૃત્યુ પછી રાજકીય માહોલ ગરમાયો છે.
આ પણ વાંચો- મને લખનઉ જવા માટે રોકવામાં આવ્યો, મારે પ્રિયંકાને મળવું છેઃ રોબર્ટ વાડ્રા
સરકારે પહેલા કોંગ્રેસના નેતાઓને જવાની મંજૂરી નહતી આપી
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે (State Government) આ પહેલા રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળને લખીમપુર ખીરી જવાની મંજૂરી નહતી આપી. સરકારના પ્રવક્તા અને કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે (Cabinet Minister Siddharth Nath Singh) કહ્યું હતું કે, કોઈને પણ માહોલ બગાડવા માટે લખીમપુર ખીરી જવા દેવામાં નવી આવે. વાડ્રાને લખીમપુર ખીરીમાં ગયા રવિવારે થયેલી હિંસા પછી ત્યાં જતા સમયે રસ્તામાં સોમવારે સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.