ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Congress Leader Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ વ્યકત કરી ચિંતા કહ્યું બાળકોનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યું છે - Congress Office

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ "લડકી હું લડ શક્તિ હૂંનો નારો" આપ્યો હતો અને આ નારાની અસર પણ હવે દેખાઈ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મંગળવારે પ્રયાગરાજમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.

Congress Leader Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ વ્યકત કરી ચિંતા કહ્યું બાળકોનું ઈન્સ્ટાગ્રામ હેક થઈ રહ્યું છે
Congress Leader Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ વ્યકત કરી ચિંતા કહ્યું બાળકોનું ઈન્સ્ટાગ્રામ હેક થઈ રહ્યું છે

By

Published : Dec 21, 2021, 6:25 PM IST

લખનઉ: રાજધાની પહોંચેલી પ્રિયંકા ગાંધીએ ફોન ટેપિંગ (Phone tapping) ઉપર તો કંઈ ન કહ્યું, પરંતુ તેણે કહ્યું કે, મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અખિલેશ યાદવએ થોડા દિવસો પહેલા સરકાર પર ફોન ટેપિંગનો આરોપ લગાવ્યો હતો.

બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે: પ્રિયંકા ગાંધી

તે જ સમયે, જ્યારે પ્રિયંકાને SP સુપ્રીમો અખિલેશ યાદવના (Supremo Akhilesh Yadav) ફોન ટેપિંગના આરોપો પર સવાલ કરવામાં આવ્યો હતો તે તેણે ઉતર આપવાનું ટાળ્યું હતું, પરંતુ કહ્યું કે મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક (Kids Instagram Account Hacked) થઈ રહ્યા છે શું સરકાર પાસે આ સિવાય બીજું કોઈ કામ નથી?

સ્ત્રી શક્તિ સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઝૂકવાની ફરજ

પ્રિયંકા ગાંધીએ સ્ટેટ હેડક્વાર્ટર (State Headquarters)એથી રજા લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારે ઉત્તર પ્રદેશની મહિલાઓ મેં તમને શું કહ્યું હતું, તમારામાં છુપાયેલી શક્તિને ઓળખો. તમારી શક્તિ સામે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઝૂકી ગયા છે. તેને ખ્યાલ આવી ગયો છે કે હવે સ્ત્રીઓ પણ ટક્કરમાં છે. પાંચ વર્ષ સુધી કેમ કંઇ જાહેરાત ન કરી, હવે કેમ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા જ કેમ? તેનું રહસ્ય એ છે કે, મહિલાઓ જાગૃત થઇ ગઇ છે. આ માત્ર "લડકી હું લડ શક્તિ હૂંનો નારના લીધે સંભવિત બન્યું છે. જાગૃત મહિલાઓ હવે પોતાનો હક માંગી રહી છે તેની સામે આજે નરેન્દ્ર મોદીને પણ ઝુકવું પડ્યું છે. હું બહુ ખુશ છું.

પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય સચિવો સાથે બેઠક યોજી હતી

ફોન ટેપિંગ મામલે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ફોન ટેપિંગ છોડો. મારા બાળકોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે, શું સરકાર પાસે કોઈ કામ નથી? તમને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મંગળવારના રોજ કોંગ્રેસના મુખ્યાલયએ પહોંચી હતી. અહીં તેમણે રાષ્ટ્રીય સચિવો (National Secretary) સાથે બેઠક યોજી હતી. તાલીમ કાર્યક્રમોના પ્રશિક્ષકોને પણ મળ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયથી (Congress Office) રવાના થઇ ગઇ હતી.

આ પણ વાંચો:

પ્રિયંકાના નિશાને મોદી સરકાર, કોરોનાથી મોતના આંકડા પર ઉઠાવ્યો સવાલ

પેટ્રોલ-ડીઝલની કિંમત મુદ્દે સોનિયાનો મોદી સરકાર પર વાર, જાણો શું કહ્યું?

ABOUT THE AUTHOR

...view details