ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામપુર પોલીસ દ્વારા 24 કલાકમાં ગુમ થયેલ કોંગ્રેસ નેતાની ઘોડી મળી આવી

કોંગ્રેસના નેતા નાઝીશ ખાન(Congress leader Nazish Khan)ની ઘોડી શોધનાર રામપુર પોલીસે જણાવ્યું આ ઘોડી કાશીપુર આંગા ગામમાંથી મળી આવી હતી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેમની પાલતુ ઘોડી(Pet horses) તોપખાનામાં આવેલી લાલાની મિલ પાસે બાંધેલી હતી. તેની ચોરી અંગે નાઝીશ ખાને ટ્વિટર દ્વારા એડીજી ઝોન બરેલીને જાણ કરી હતી.

રામપુર પોલીસ દ્વારા 24 કલાકમાં ગુમ થયેલ કોંગ્રેસ નેતાની ઘોડી મળી આવી
રામપુર પોલીસ દ્વારા 24 કલાકમાં ગુમ થયેલ કોંગ્રેસ નેતાની ઘોડી મળી આવી

By

Published : Nov 8, 2021, 3:26 PM IST

  • કોંગ્રેસ નેતાની ઘોડી 24 કલાકમાં રામપુર પોલીસે શોધી કાઢી
  • નાઝીશ ખાનની ઘોડી 5 નવેમ્બરની રાત્રે ચોરાઈ હતી
  • ઘોડી અમારા પરિવારનો હિસ્સો છેઃ કોંગ્રેસના નેતા

ઉત્તર પ્રદેશઃ રામપુર પોલીસ કોંગ્રેસ નેતા(Congress leader Nazish Khan)ની ગુમ થયેલી ઘોડી રવિવારે સાંજે 24 કલાક બાદ મળી આવી હતી. ઘોડી શોધવા માટે પોલીસની 3 ટીમો શોધખોળમાં લાગી હતી. કોંગ્રેસ નેતા નાઝીશ ખાનની ઘોડી શોધનાર રામપુર પોલીસ(Rampur Police)ના જણાવ્યા અનુસાર, આ ઘોડી કાશીપુર આંગા ગામમાંથી મળી આવી છે.

ઘોડીની ચોરીના સંબંધમાં પોલીસે 3 લોકોને કસ્ટડીમાં લીધા

મળતી માહિતી અનુસાર ઘોડીને શોધવા માટે ત્રણ પોલીસકર્મીઓ સહિત બે એસઓજીના જવાનો રોકાયેલા હતા. ઘોડીની ચોરીના સંબંધમાં પોલીસે 3 લોકોને કસ્ટડીમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી, જેના કારણે ઘોડી વિશે કડીઓ મળી શકી હતી.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ઘોડી તેમના પરિવારનો હિસ્સો છે. કોંગ્રેસના ખેડૂત સેલના જિલ્લા પ્રમુખ હાજી નાઝીશ ખાનની ઘોડી 5 નવેમ્બરની રાત્રે ચોરાઈ હતી. કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેમની પાલતુ ઘોડી તોપખાનામાં આવેલી લાલાની મિલ પાસે બાંધેલી હતી. જ્યારે ચોરી થઈ ત્યારે ચોરીની આશંકા વ્યક્ત કરતા નાઝીશ ખાને ટ્વિટર દ્વારા એડીજી ઝોન બરેલીને માહિતી મોકલી હતી. એડીજીએ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યા બાદ પોલીસે તહરીના આધારે ઓનલાઈન એફઆઈઆર નોંધી હતી.

આ પણ વાંચોઃ પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા, જાણો તેમના વિશે...

આ પણ વાંચોઃ દિવાળી પછીના ત્રણ દિવસ 52,871 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની લીધી મુલાકાત

ABOUT THE AUTHOR

...view details