ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીએ 26/11 હુમલાને લઇ મનમોહન સરકાર પર ઉઠાવ્યા પ્રશ્ન - પાકિસ્તાનની વિરુદ્ધ કડક કાર્યવાહી

કોંગ્રેસ નેતા મનીષ તિવારી (congress leader manish tiwari)એ રાષ્ટ્રીય સુરક્ષા પર પોતાના નવા પુસ્તક 26/11 આતંકવાદી હુમલા (26/11 terror attack)ને લઇને મનમોહન સરકાર (manmohan government) પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાને લખ્યું છે કે, 'જો કોઈ દેશ (Pakistan)ને નિર્દોષ લોકોના નરસંહાર પર કોઈ પસ્તાવો નથી તો સંયમ તાકાતની ઓળખ નથી, પરંતુ નબળાઈની નિશાની છે. 26/11 એક તક હતી, જ્યારે શબ્દોથી વધારે વળતી કાર્યવાહી (retaliatory action) જોવા મળવી જોઇતી હતી.'

કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીએ 26/11 હુમલાને લઇ મનમોહન સરકાર પર ઉઠાવ્યા પ્રશ્ન
કોંગ્રેસના દિગ્ગજ નેતા મનીષ તિવારીએ 26/11 હુમલાને લઇ મનમોહન સરકાર પર ઉઠાવ્યા પ્રશ્ન

By

Published : Nov 23, 2021, 6:58 PM IST

  • 26/11 આતંકવાદી હુમલા બાદ કાર્યવાહી ન કરવા પર પ્રશ્ન ઉઠાવ્યો
  • શબ્દોથી વધારે કડક કાર્યવાહી કરવામાં આવતી જોઇતી હતી
  • બીજેપીએ કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું

નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ નેતા મનીષ તિવારી (congress leader manish tiwari)એ નવું પુસ્તક લોન્ચ (book launch) કરવાની જાહેરાત કરી છે. પુસ્તકનું નામ '10 Flash Points; 20 years - National Security Situations That Impacted India' છે. મનીષ તિવારીએ પુસ્તકનું કવર પેજ (cover page) ટ્વિટર પર શેર કરીને આની જાણકારી આપી છે.

પાકિસ્તાન પર કાર્યવાહી ન કરવાને લઇને મનમોહન સરકારની ટીકા કરી

તિવારીએ જણાવ્યું કે, તેમનું પુસ્તક છેલ્લા 2 દાયકામાં ભારત દ્વારા સામનો કરવામાં આવેલા પ્રત્યેક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા પડકારો (major national security challenges)નું નિરપેક્ષપણે વર્ણન કરે છે. રિપોર્ટ પ્રમાણે, પૂર્વ કેન્દ્રીય પ્રધાને પુસ્તકમાં 26/11 મુંબઈ આતંકવાદી હુમલા (26/11 mumbai terror attack) બાદ યોગ્ય કાર્યવાહી ન કરવા પર તત્કાલીન મનમોહન સરકારની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, 26/11 હુમલા બાદ પાકિસ્તાનની વિરુદ્ધ કડક કાર્યવાહી (retaliatory action) કરવાની જરૂર હતી. શબ્દોથી વધારે કડક કાર્યવાહી કરવી જોઇતી હતી. તેમણે કહ્યું કે, હુમલા બાદ સંયમને નબળાઈ માનવામાં આવે છે.

કોંગ્રેસ પાકિસ્તાનને બચાવવામાં વ્યસ્ત હતું

પૂર્વ કેન્દ્રીય પ્રધાને લખ્યું છે કે, 'જો કોઇ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોના નરસંહાર (genocide of innocent people ) પર કોઈ ખેદ નથી તો સંયમ તાકાતની ઓળખ નથી, પરંતુ નબળાઈની નિશાની છે. 26/11 એક તક હતી, જ્યારે શબ્દોથી વધારે જવાબી કાર્યવાહી જોવા મળવી જોઇતી હતી.' તો આ મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, 'એ સમયે કોંગ્રેસ 26/11 હુમલા માટે હિંદુઓને જવાબદાર ઠેરવવા અને પાકિસ્તાનને બચાવવામાં વ્યસ્ત હતી.'

વાયુસેના પાકિસ્તાન પર કાર્યવાહી કરવા ઇચ્છતી હતી

પૂનાવાલાએ લખ્યું કે, '26/11 હુમલા બાદ તત્કાલીન એર ચીફ માર્શલ ફલી મેજરે પણ કહ્યું હતું કે, વાયુસેના પાકિસ્તાન પર કાર્યવાહી કરવા ઇચ્છતી હતી, પરંતુ UPA સરકારે આની પરવાનગી નહોતી આપી.' તો મનીષ તિવારી દ્વારા નવા પુસ્તકની જાહેરાત બાદ કોંગ્રેસ શિસ્ત સમિતિના પ્રમુખ એ.કે. એન્ટની તેમજ કેટલાક અન્ય નેતા 10 જનપથ સ્થિત સોનિયા ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મનીષ તિવારીના આ પુસ્તક પર ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો: કેન્દ્રને ઘેરવાની તૈયારી: કિસાનોની સમસ્યાને લઇને કોંગ્રેસ ડિસેમ્બરમાં કરશે વિશાલ રેલી

આ પણ વાંચો: Airtel પછી હવે Vodafone-Ideaની મોબાઈલ સેવાઓની કિંમતમાં 25 ટકાનો વધારો થતા ગ્રાહકોને ઝટકો

ABOUT THE AUTHOR

...view details