- કમલનાથના 'મારો ભારત મહાન નહીં બદનામ' નિવેદન પર શિવરાજનો જવાબ
- શિવરાજસિંહ ચૌહાણે કમલનાથને કહ્યા દેશદ્રોહી
- કહ્યું કમલનાથને ભારતના નાગરિક કહેવા યોગ્ય નથી
ભોપાલ(મધ્ય પ્રદેશ): એક તરફ રાજ્ય કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં આક્ષેપોની રમત ચાલી રહી છે. આ રોગચાળામાં પૂર્વ મુખ્ય્રધાન કમલનાથ અને મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું છે. શુક્રવારે CM શિવરાજ સિંહ ચૌહાણે કમલનાથની ઝાટકણી કાઢતા કહ્યું કે, કમલનાથ ભારતના નાગરિક કહેવા યોગ્ય નથી.
ભારતને બદનામ વાળા નિવેદન પર સાધ્યું નિશાન
ઉલ્લેખનીય છે કે, ગત થોડા દિવસ અગાઉ કોરોના વાઇરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે કહ્યું હતું કે ભારત મહાન નથી, ભારત બદનામ છે. ભાજપ સરકારે કમલનાથના આ નિવેદનની કડક નિંદા કરી હતી. કમલનાથે વિદેશમાં ભારતના કોરોના મામલા અંગેની ચર્ચા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે અગાઉ ચાઇનીઝ વેરિઅન્ટ કહેવામાં આવતું હતું, પરંતુ હવે તેને ભારતીય વેરિઅન્ટ કહેવામાં આવે છે. કમલનાથના આ નિવેદનની ખૂબ નિંદા કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ જવાબ આપ્યો હતો. આ અંગે શુક્રવારે CM શિવરાજસિંહ ચૌહાણે તેમને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે, કમલનાથ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા છે.
આ પણ વાંચોઃકમલનાથના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું- આવી ભાષા મને પસંદ નથી