ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CONGRESS HITS AT TOMAR: કોંગ્રેસ પાર્ટીએ 3 કૃષિ કાયદાને લઈને ભાજપ અને કેન્દ્રીય કૃષિપ્રધાન પર સાધ્યું નિશાન - 'ખેડૂત પ્રદર્શન' હેશટેગનો ઉપયોગ

કોંગ્રેસ પાર્ટીએ ભાજપ અને કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર (Agriculture Minister Narendra Singh Tomar) પર નિશાન (CONGRESS HITS AT TOMAR) સાધ્યું. કોંગ્રેસે કહ્યું કે, સરકારે 5 રાજ્યોમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ કાયદો પાછો ખેંચવાનો નિર્ણય (Bring back agricultural laws of conspiracy) લીધો છે. એમ પણ કહ્યું કે, કેન્દ્ર કૃષિ કાયદાને પાછા લાવવાનું 'ષડયંત્ર' કરી (concerted conspiracy) રહ્યું છે.

CONGRESS HITS AT TOMAR: કોંગ્રેસ પાર્ટીએ 3 કૃષિ કાયદાને લઈને ભાજપ અને કેન્દ્રીય કૃષિપ્રધાન પર સાધ્યું નિશાન
CONGRESS HITS AT TOMAR: કોંગ્રેસ પાર્ટીએ 3 કૃષિ કાયદાને લઈને ભાજપ અને કેન્દ્રીય કૃષિપ્રધાન પર સાધ્યું નિશાન

By

Published : Dec 26, 2021, 12:39 PM IST

નવી દિલ્હી:કોંગ્રેસે શનિવારે આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ (elections in 5 states) બાદ તાજેતરમાં રદ કરવામાં આવેલા ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા લાવવાનું "ષડયંત્ર" કરી (concerted conspiracy) રહી છે, તેને જોતા પાર્ટીએ લોકોને આ ચૂંટણીમાં ભાજપને હરાવીને પાઠ ભણાવવાની અપીલ કરી હતી.

કૃષિ કાયદાઓ પાછા લાવવાનું "નક્કર કાવતરું" ખુલ્લું પડ્યું

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે નાગપુરમાં એક (CONGRESS HITS AT TOMAR) કાર્યક્રમને સંબોધિત કરતા 3 કૃષિ કાયદાઓને આઝાદી પછી લાવવામાં આવેલા મોટા સુધારા તરીકે (Narendra Singh Tomars remark on farm law) ગણાવ્યા હતા, અને સંકેત આપ્યો હતો કે, સરકાર આ કાયદાઓને પાછા લાવી શકે છે. આ ટિપ્પણીના સંદર્ભમાં, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Randeep Singh Surjewala ) જણાવ્યું હતું કે, તોમરના નિવેદને 3 "ખેડૂત વિરોધી" કૃષિ કાયદાઓ પાછા લાવવાનું "નક્કર કાવતરું" ખુલ્લું પાડ્યું છે.

ગાંધીજીએ 'ખેડૂત પ્રદર્શન' હેશટેગનો ઉપયોગ કર્યો હતો

તેમને વધુમાં કહ્યું કે, જો તેઓ આટલા જ પ્રગતિશીલ હતા તો તમે તેમને કેમ રદ્દ કર્યા અને સમગ્ર 62 કરોડ ખેડૂતો તેની સામે કેમ આંદોલન કરી રહ્યા હતા? તેણે એમ પણ કહ્યું કે, 'ફરીથી ખેતી વિરોધી પગલાં લેવાશે, તો ફરી અન્નદાતાનો સત્યાગ્રહ થશે, અગાઉ પણ અહંકારનો પરાજય થયો હતો, પછી તેને હરાવીશું!' ગાંધીજીએ 'ખેડૂત પ્રદર્શન' હેશટેગનો ઉપયોગ કર્યો હતો.

શાંતિપૂર્ણ, ગાંધીવાદી ચળવળ પછી આ બન્યું

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ સહિત 5 રાજ્યોની ચૂંટણીમાં હારનો અહેસાસ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માગી હતી, અને સંસદમાં 3 કાળા કાયદા રદ કર્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. દિલ્હીની સરહદો પર 380 દિવસથી વધુ ચાલેલી સૌથી લાંબી, શાંતિપૂર્ણ, ગાંધીવાદી ચળવળ પછી આ બન્યું, જ્યાં 700થી વધુ ખેડૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું.

રદ કરવામાં આવેલા 3 કૃષિ કાયદા પાછા લાવવામાં આવશે

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, "ત્યારે પણ અમને વડાપ્રધાન, ભાજપ, RSS અને મોદી સરકારના ઈરાદા પર શંકા હતી." કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કાયદાઓ રદ થયા પછી તરત જ, ભાજપના ઘણા નેતાઓએ નિવેદનો આપ્યા હતા, જે 3 કૃષિ કાયદાઓને પાછા લાવવા માટે "ષડયંત્ર" તરફ ધ્યાન દોરે (Bring back agricultural laws of conspiracy) છે. સુરજેવાલાએ કહ્યું કે, 21 નવેમ્બરના રોજ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ કહ્યું હતું કે, 3 કૃષિ કાયદા જે રદ કરવામાં આવ્યા છે, તેને પાછા લાવવામાં આવશે, અને આ સંદર્ભમાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પણ નિવેદન આપ્યું હતું.

કૃષિ ક્ષેત્રમાં હજી પણ ખાનગી રોકાણનો અભાવ

કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં તેમના દ્વારા આયોજિત કૃષિ-ઉદ્યોગ પ્રદર્શન 'એગ્રોવિઝન'નું ઉદ્ઘાટન કર્યા પછી તેમના સંબોધનમાં કહ્યું હતું કે, "કૃષિ ક્ષેત્રમાં હજી પણ ખાનગી રોકાણનો અભાવ છે, અમે કૃષિ સુધારણા કાયદો લાવ્યો હતો, કેટલાક લોકોને તે ગમ્યો ન હતો, પરંતુ તે આઝાદીના 70 વર્ષ પછી એક મોટો સુધારો હતો, જે નરેન્દ્ર મોદીની સરકારના નેતૃત્વમાં આગળ વધી રહ્યો હતો.'

ભારતનો ખેડૂત ભારતની કરોડરજ્જુ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'સરકાર નિરાશ નથી પરંતુ, અમે એક ડગલું પાછળ હટી ગયા છીએ, અમે ફરી આગળ વધીશું, કારણ કે, ભારતનો ખેડૂત ભારતની કરોડરજ્જુ છે. તોમરની ટિપ્પણી પર ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના કૃષિપ્રધાને વડાપ્રધાનની માફીનું "અપમાન" કર્યું છે, અને તે "અત્યંત નિંદનીય" છે.

આ પણ વાંચો:

MPના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહનું નિવેદન, એવા પણ હિન્દુઓ છે જે ખાય છે ગૌમાંસ

Priyanka Gandhi on Haridwar Dharma Sansad: હરિદ્વાર ધર્મ સંસદમાં પ્રિયંકા ગાંધીએ દ્વેષપૂર્ણ ભાષણની નિંદા કરી

ABOUT THE AUTHOR

...view details